મોસ્કોઃ  Coronavirus Vaccine News: પ્રથમ સંભવિત કોરોના વેક્સિનની ટ્રાયલમાં સફળતા બાદ રૂસ હવે બીજી કોરોના વેક્સિન બનાવવામાં લાગી ગયું છે. TASS સમાચાર એન્જસીએ શુક્રવારે રૂસની ગ્રાહક સુરક્ષા મોનિટરિંગનો હવાલો આપતા જણાવ્યું કે, સાઇબેરિયન વેક્ટર ઈન્સ્ટિટ્યૂટ ( Siberian Vector institute) દ્વારા વિકસિત રૂસની બીજી સંભવિત કોરોના વાયરસ વેક્સિન વ્યક્તિઓ પર પરીક્ષણ (માનવ ટ્રાયલ) કરવામાં આવશે. તેની શરૂઆત 27 જુલાઈએ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે મોસ્કોમાં ગેમાલેયા સંસ્થા દ્વારા વિકસિત એક વેક્સિનના માનવ ટ્રાયલના પ્રારંભિક તબક્કો આ મહિને પૂરો થયો, જે સફળ રહ્યો. રૂસે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે, તેણે કોરોના વેક્સિન બનાવવાની દિશામાં માનવ ટ્રાયલને સફળતાપૂર્વક પૂરી કરી છે. રૂસના વૈજ્ઞાનિકોએ આ વેક્સિનના પરિણામ પર ખુશી વ્યક્ત કરી છે. રૂસી અધિકારીઓએ આ વેક્સિનના મોટા પાયે ઉત્પાદનની યોજના બનાવવાની શરૂ કરી દીધી છે. 


રૂસે કહ્યુ કે, તે આ વર્ષે ઘરેલૂ સ્તર પર પ્રાયોગિક કોરોના વેક્સીનના ત્રણ કરોડ ડોઝના ઉત્પાદનની યોજના બનાવી રહ્યું છે, જેમાંથી એક કરોડ 70 લાખ ડોઝ વિદેશોમાં નિર્માણ કરવાની ક્ષમતા છે. વિશ્વમાં અત્યારે કોરોના વેક્સિન બનાવવાને લઈને હોડ મચી છે. બ્રિટન, ચીન, અમેરિકા અને ભારત સહિત ઘમા દેશો આ સમયે કોરોના વેક્સિનના માનવ ટ્રાયલના અલગ-અલગ તબક્કામાં છે. પરંતુ અન્ય દેશોની તુલનામાં આ રેસમાં રૂસ આગળ નિકળી ચુક્યું છે. 


Oxford COVID-19 vaccine: ભારતમાં બનશે ઓક્સફોર્ડની કોરોના વેક્સિન, ઓગસ્ટના અંત સુધી બની જશે આટલા ડોઝ


ઓગસ્ટમાં લોન્ચ થઈ જશે વિશ્વની પ્રથમ કોરોના વેક્સિન
રૂસી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે, વિશ્વની પ્રથમ કોવિડ 19 વેક્સિન ઓગસ્ટમાં લોન્ચ થઈ જશે. ગૈમેલેઈ નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી (Gameleya National Research Center for Epidemiology and Microbiology)ના ડાયરેક્ટર એલેક્ઝાન્ડર ગિંટેસબર્ગે કહ્યુ કે, વિશ્વની પ્રથમ કોરોના વેક્સિન 12થી 14 ઓગસ્ટ સુધી સામાન્ય જનતાને અપાવા લાગશે. મોસ્કો ટાઇમ્સ પ્રમાણે, તેમણે કહ્યુ કે, ખાનગી કંપનીઓ દ્વારા મોટા પાયા પર સપ્ટેમ્બરથી તેનું ઉત્પાદન શરૂ થવાની સંભાવના છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube