ઉંદરમાં કોરોના વાયરસ ઇન્ફેક્શન રોકવામાં સફળ રહી જોનસન એન્ડ જોનસનની વેક્સિનઃ રિપોર્ટ્સ
જોનસન એન્ડ જોનસનની કોરોના વાયરસ વેક્સિન ઉંદરોમાં અસરકારક સાબિત થઈ છે. ટ્રાયલમાં જાણવા મળ્યું કે, આ વેક્સિનથી કોરોના વાયરસ ઇન્ફેક્શનને રોકી શકાય છે.
યરૂશલમઃ અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની જોનસન એન્ડ જોનસનની સાથે ભાગીદારીમાં વિકસિત કોવિડ-19 વેક્સિનના ટ્રાયલમાં સામે આવ્યું કે, તેનાથી એવી એન્ટીબોડી બની જેનાથી ઉંદરને નોવેલ કોરોના વાયરસના સંક્રમણથી બચાવી શકાય. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે જે નેચર મેડિસિન પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવી છે.
આ અભ્યાસ અનુસાર રસીને સીરિયાઈ સુનહરે ઉંદરમાં મજબૂત ઈમ્યુનિટી સિસ્ટમને વધારવા અને ન્યુમોનિયા જેવા અનેક રોગો અને મોતથી બચાવી શકાય. જોનસન એન્ડ જોનસન અને બર્થ ઇઝરાયલ ડીકોનેસ મેડિકલ સેન્ટર (બીઆઈડીએમસી)એ સંયુક્ત રૂપથી રસીનો વિકાસ કર્યો છે. તેમાં સામાન્ય તાવના વાયરસ 'અડેનોવાયરસ સીરોટાઇપ 26 (એડી26)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.'
'સૌથી કદરૂપ, સેક્સલેસ ભારતીય મહિલાઓ, બાળકો કેવી રીતે જન્મે છે તે ખબર નથી': રિચર્ડ નિક્સનનું વિવાદિત નિવેદન
મનુષ્યો પર કરવામાં આવી રહ્યો છે ટેસ્ટ
બીઆઈડીએમસી સેન્ટર ફોર વાયરોલોજી એન્ડ વેક્સિન રિસર્ચના ડાયરેક્ટર ડૈન બરૂચે કહ્યુ, 'અમે હાલમાં જોયુ કે, એડી26 આધારિત SARS-CoV-2 રસીએ વાંદરાઓની મજબૂત સુરક્ષા સિસ્ટમ વિકસિત કરી અને હવે તેની ટ્રાયલ મનુષ્યો પર કરવામાં આવી રહી છે.' તેમણે તે પણ કહ્યું, 'વાંદરાઓને સામાન્ય રૂપથી વધુ ગંભીર બીમારીઓ હોતી નથી, અને તેથી તેનો અભ્યાસ કરવો જરૂરી હતો કે શું આ રસી ઉંદરને ગંભીર ન્યુમોનિયા અને SARS-CoV-2 મોતથી બચાવી શકે છે.'
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube