નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારીના કારણે વિશ્વના અનેક દેશોની સ્થિતી ખરાબ છે. સૌથી અમીર દેશોમાં રહેલી સ્વિત્ઝરલેન્ડમાં પણ ફ્રી ભોજન માટે લોકો લાઇનમાં ઉભેલા દેખાયા. રોયટર્સનાં રિપોર્ટ અનુસાર જિનેવામાં શનિવારે એક હજારથી વધારે લોકોએ અહીં લાઇનમાં ઉભા રહીને ભોજન કરવાનો વારો આવ્યો. સ્વિત્ઝરલેન્ડમાં કોરોનાનાં 30,305થી વધારે કેસ સામે આવી ચુક્યા છે. અત્યાર સુધી 1800થી વધારે લોકોનાં મોત થઇ ચુક્યા છે. સ્વિત્ઝરલેન્ડની વસ્તી માત્ર 86 લાખ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફસાયેલા શ્રમીકોને ઘરે પહોંચાડવા મોટો પડકાર, રેલમંત્રી પીયૂષ ગોયલે રાજ્યોને કરી અપીલ

કોરોનાની અસર થઇ કે જિનિવામાં લોકો એક કિલોમીટર લાંબી લાઇનમાં લાગીને શનિવારે ભોજનનાં પેકેટ લેતા જોવા મળ્યા. તેના માટે લોકો સવારે 5 વાગ્યાથી જ લાઇનમાં ઉભા રહી ગયા હતા. નિકારગુઆથી આવીને જિનિવામાં રહેનારા ઇન્ગ્રિડ બરલાએ કહ્યું કે, મહીના અંતમાં મારા પેકેટ ખાલી થઇ જાય છે. અમે બિલ, ઇંશ્યોરન્સ અને અન્ય વસ્તુઓનાં પૈસા આપવાનાં હોય છે. આ ઘણુ સારુ છે કે, અમને એક અઠવાડીયા માટે ભોજન મળ્યું. આવતા અઠવાડીયાની ખબર નથી.


કોરોના મુદ્દે રાહતના સમાચાર, નીતિ આયોગનાં CEO એ કહ્યું 112 જિલ્લામાં માત્ર 2% જ કેસ, ડરો નહી

2018ના એક રિપોર્ટ અનુસાર 86 લાખની વસ્તી વાળા દેશમાં માત્ર 6.6 લાખ લોકો ગરીબ હતા. ખાસ કરીને સિંગલ પેરેન્ટ્સ અને ઓછુ ભણેલા ગણેલા લોકોને નોકરી મેળવવામાં મુશ્કેલી થાય છે. સ્વિસ બેંક યુબીએસની ગણત્રી અનુસાર ત્રણ લોકોનાં પરિવારમાં રહેવાની તુલનાએ જિનિવા વિશ્વનું બીજુ સૌથી મોંઘુ શહેર છે.  જો કે શહેરમાં રહેતા લોકોની સરેરાશ આવક સારી છે. પરંતુ મુશ્કેલીમાં ફસાયેલા લોકોને મદદ નથી મળતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube