નવી દિલ્હીઃ ઘણીવાર એવું થાય છે કે નેતાઓ અને સેલિબ્રિટીને પસંદ કરતા લોકો પોતાના બાળકનું નામ તેના નામ પર રાખે છે. સ્વીડનમાં એક આવો મામલો સામે આવ્યો છે જ્યાં એક કપલે પોતાના નવજાત બાળકનું નામ રશિયાના રાષ્ટ્રપતિ 'વ્લાદિમીર પુતિન'ના નામ પર રાખી દીધુ. પરંતુ જ્યારે સ્વીડનની સરકારને આ વાતની માહિતી મળી તો તેણે આ નામ રાખવા પર કપલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આ ઘટના સ્વીડનની છે. 'ઈન્ડિપેન્ડેટ'ના એક રિપોર્ટ પ્રમાણે અહીંના લાહોમ શહેરમાં રહેતા એક કપલે પોતાના બાળકનું નામ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નામ પર રાખી દીધુ. જાણકારી પ્રમાણે આ કપલ રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું ફેન છે અને તેણે પહેલાથી નક્કી કર્યું હતું કે જો બાળકનો જન્મ થશે તો તેનું નામ પુતિન રાખવામાં આવશે. 


પરંતુ આ નામ રાખવું કપલને મોંઘુ પડ્યું છે. જ્યારે સ્વીડન સરકારને આ વાતની જાણ થઈ તો સ્થાનીક તંત્રને આદેશ આપ્યો કે કપલ દ્વારા રાખવામાં આવેલા આ નામને બેન કરી દેવામાં આવે અને નામ બદલવામાં આવે. સ્થાનીક તંત્રએ તેની પાછળ કોઈ કારણ જણાવ્યું નહીં પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે સ્વીડનના કાયદા પ્રમાણે બાળકનું નામ વિવાદિત ન હોવું જોઈએ ન કે નામ કોઈ મોટા સેલિબ્રિટીના નામ પર હોવા જોઈએ. 


આ પણ વાંચોઃ અભિનેત્રીએ પ્રાઈવેટ પાર્ટ જોવા માટે શોધી નાખી એવી રીત...Pics જોઈને ચોંકી જશો તમે 


રિપોર્ટમાં તે વાતનો પણ ઉલ્લેખ છે કે સ્વીડનમાં તે નિયમ છે કે બાળકના જન્મના ત્રણ મહિનાની અંદર માતા-પિતાએ પોતાના બાળકનું નામ સરકારી વિભાગને જણાવવું પડે છે. આ ક્રમમાં બાળકનું નામ જોતા તંત્રએ તેને બદલવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આઆ કપલે પોતાના બાળકનું નામ પુતિનના નામ પર કેમ રાખ્યું હતું, તેના અલગ-અલગ કારણ જણાવવામાં આવી રહ્યા છે. 


મહત્વનું છે કે એક તથ્ય તે પણ છે કે સ્વીડમાં વર્ષ 1982માં નેમિંગ લોને બનાવવામાં આવ્યો હતો. આ કાયદાને વર્ષ 2017માં ફરી અપડેટ કરવામાં આવ્યો હતો. આ પહેલા એકવાર સરકારે ફોર્ડ, અલ્લાહ જેવા નામોને પણ બેન કરી દીધા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube