અભિનેત્રીએ પ્રાઈવેટ પાર્ટ જોવા માટે શોધી નાખી એવી રીત...જાણીને ચોંકી જશો તમે 

સેલિબ્રિટી લોકો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરીને કરોડો રૂપિયા કમાતા હોય છે. કેટલાક સુપર સ્ટાર ફેન ફોલોઈંગના દમ પર પોતાની જ પ્રોડક્ટ સુદ્ધા લોંચ કરી દે છે. 'આયર્ન મેન' ફેમ અભિનેત્રી ગાઈનેથ પેલ્ટ્રો (Gwyneth Paltrow) એ પણ કઈક આવું જ કરી નાખ્યું છે. જે પોતાની બ્યૂટી અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સને લઈને ચર્ચામાં રહે છે.

Updated By: Sep 19, 2021, 11:46 AM IST
અભિનેત્રીએ પ્રાઈવેટ પાર્ટ જોવા માટે શોધી નાખી એવી રીત...જાણીને ચોંકી જશો તમે 
Gwyneth Paltrow (Reuters)

લાસ વેગાસ: સેલિબ્રિટી લોકો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરીને કરોડો રૂપિયા કમાતા હોય છે. કેટલાક સુપર સ્ટાર ફેન ફોલોઈંગના દમ પર પોતાની જ પ્રોડક્ટ સુદ્ધા લોંચ કરી દે છે. 'આયર્ન મેન' ફેમ અભિનેત્રી ગાઈનેથ પેલ્ટ્રો (Gwyneth Paltrow) એ પણ કઈક આવું જ કરી નાખ્યું છે. જે પોતાની બ્યૂટી અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે તેણે જે પ્રોડક્ટ માર્કેટમાં ઉતારી છે  તેની ચર્ચા ઈન્ટરનેટ પર ખુબ થઈ રહી છે. 

પ્રાઈવેટ પાર્ટ જોવા માટે LED અરીસો
અભિનેત્રી અને બિઝનેસ વુમન ગાઈનેથે મહિલાઓના ગુપ્તાંગ  (Private Parts) વધુ સારી રીતે જોવા માટે 46 યુએસ ડોલર એટલે કે લગભગ સાડા ચાર હજાર રૂપિયાનો અરીસો લોન્ચ કર્યો છે. જેમાં LED લાઈટ લાગી છે. તેમની વ્યવસાયિક વેબસાઈટ ગૂપ(Goop) પર આ પ્રોડક્ટની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. ખરીદારોને તેની યુએસપી પણ બતાવવામાં આવી છે કે આ અરીસો તેમણે કેમ લેવો જોઈએ. વેબસાઈટના જણાવ્યાં મુજબ તેમાં લાગેલો હાઈક્વોલિટી ગ્લાસ પગની વચ્ચે કોઈ પણ મુશ્કેલી વગર એડજસ્ટ થઈ જાય છે. આ ખાસ અરીસો પ્રાઈવેટ પાર્ટ્સની દેખભાળ માટે એકદમ યોગ્ય અને ટ્રેન્ડી  છે જેનો ઉપયોગ ગર્ભનિરોધક રિંગ (Contraceptive Rings) નાખવામાં પણ થઈ શકે છે. 

mirror

(46 Dollor Led Mirror)

આ ગણાવ્યા ફીચર્સ
ધ સનમાં પ્રકાશિત અહેવાલ મુજબ આ મિરરના ફીચર્સ પણ જબરદસ્ત છે. તેમાં એક બેક સપોર્ટ છે જેને અનેક એંગલથી એડજસ્ટ કરી શકાય છે. જ્યારે તેનો લેન્સ 12 અલગ અલગ સ્પીડથી મૂવ કરાવી શકાય છે. આ સાથે તમને ચાર્જિંગ કેબલ પણ મળે છે. આ મિરરનું બોડી બાયોલીનથી બનેલું છે. સેલિબ્રિટી હિરોઈનના જણાવ્યાં મુજબ પ્રાઈવેટ પાર્ટ્સને યોગ્ય રીતે જોવા માટે મિરરમાં ચારેબાજુ લાગેલી લાઈટ્સ ઓન કરવી જોઈએ. 

private part mirror

(તસવીર-સાભાર goop)

આ અગાઉ અભિનેત્રી એક વાઈબ્રેટર પણ લોન્ચ કરી ચૂકી છે. આ પ્રોડક્ટ પણ પર્યાવરણ અનુકૂળ છે. જેની કિંમત 176 ડોલર એટલે કે લગભગ 13000 રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube