કોલંબોઃ શ્રીલંકામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે તો દેશ છોડીને નિકળી ગયા છે પરંતુ હવે પૂર્વ પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે અને બાસિલને ઝટકો લાગ્યો છે. કોર્ટે તેના દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બાસિલ રાજપક્ષે પહેલા પણ સિલ્ક રૂટથી વિમાન લઈને દેશ છોડવાનો પ્રયાસ કરી ચુક્યા છે પરંતુ કર્મચારી યુનિયને તેમને રોકી લીધા હતા. બાસિલ રાજપક્ષે શ્રીલંકાના નાણામંત્રી રહી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા મહિન્દા અને બાસિલ રાજપક્ષેએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી કહ્યુ હતુ કે જ્યાં સુધી તેના વિરુદ્ધ દાખલ મૌલિક અધિકાર અરજી પર સુનાવણી પૂરી ન થઈ જાય તે દેશ નહીં છોડે. બાસિલ રાજપક્ષેના દેશ છોડવાના પ્રયાસ બાદ સુપ્રીમ કોર્ટમાં તેના વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. બાસિલ રાજપક્ષે ગોટાબાયાના નાના ભાઈ છે. તેણે એપ્રિલમાં નાણામંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું. 


આ પણ વાંચોઃ એલન મસ્કના પિતાનો ખુલાસો; 'ધરતી પર સંભોગ કરવા જ આવ્યા છે મનુષ્યો, મારી પુત્રી સાથે પણ હતો સંબંધ'


મહિન્દા રાજપક્ષેએ દબાવ બાદ 9 મેએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું. શ્રીલંકાની એક કોર્ટે સરકાર વિરોધી આંદોલન પર ઘાતક હુમલાના આરોપમાં તેના વિરુદ્ધ તપાસને લઈને વિદેશ યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયાએ વિક્રમસિંઘેને પ્રધાનમંત્રી બનાવ્યા હતા. 


નોંધનીય છે કે વિરોધ પ્રદર્શનો બાદ દેશ છોડીને ભાગેલા ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા બાદ રાનિલ વિક્રમસિંઘેને અંતરિમ રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. સ્પીકરે જાહેરાત કરી છે કે 20 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટે સંસદમાં ચૂંટણી થશે ત્યાં સુધી વિક્રમસિંઘે પાસે રાષ્ટ્રપતિના તમામ અધિકાર અને શક્તિઓ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube