નવી દિલ્હી: કોરોના રસી લેવાથી તમે જો ખચકાઈ રહ્યા હોવ તો આ ખબર ખાસ તમારા માટે છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આજથી કોરોના રસી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. તમારે કેમ રસી લેવી જોઈએ તેના માટે આ અહેવાલ સંપૂર્ણ વાંચવો ખાસ જરૂરી છે. અમેરિકામાં વાયરસના સૌથી મોટા એક્સપર્ટ અને અમેરિકી રાષ્ટ્રપતિના ચીફ મેડિકલ એડવાઈઝરની વાતો બધાએ ધ્યાનથી સમજવી જરૂર છે. Dr Anthony Fauci ના જણાવ્યાં મુજબ ભારતમાં બનેલી કોરોના રસી કોવેક્સિન 617 પ્રકારના વેરિએન્ટ્સ એટલે કે સ્વરૂપને ખતમ કરવા માટે અક્સિર છે. એટલું જ નહીં ભારતમાં કરાયેલા સ્ટડીએ એ વાત ઉપર પણ મહોર લગાવી છે કે કોવિશીલ્ડ અને કોવેક્સિન કોરોના પર કઈ હદે અસરકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવેક્સિન 617 વેરિએન્ટ્સ પર અસરકારક
એક કોન્ફરન્સિંગ કોલમાં સવાલના જવાબ આપતા Dr Anthony Fauci એ જણાવ્યું કે ભારતમાં કોવેર્સિન મૂકાવી રહેલા લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં આ રસી કોરોનાના 617 વેરિએન્ટ્સ પર કારગર નીવડી છે. ભારત હાલ જે મુશ્કેલ ઘડીમાંથી પસાર થઈ રહ્યું છે તેમાં રસી એક ખુબ જ કારગર એન્ટીડોટ (મારક હથિયાર) તરીકે કામ કરી શકે છે. 


સંક્રમણની સ્થિતિમાં હળવા લક્ષણ
ભારતમાં કોવિડ રસીકરણ અભિયાનમાં હાલ કોવિશીલ્ડ અને કોવેક્સિન રસી કોરોના વાયરસના 'ભારતીય સ્વરૂપ' વિરુદ્ધ પ્રભાવી છે અને રસીકરણ બાદ સંક્રમણની સ્થિતિમાં હળવા લક્ષમો સામે આવે છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) હેઠળ આવતી જીનોમિક્સ અને એકીકૃત જીવવિજ્ઞાન સંસ્થાન (IGIB) ના ડાઈરેક્ટર અનુરાગ અગ્રવાલે એક રિસર્ચના પ્રારંભિક પરિણામોના હવાલે આ જાણકારી આપી છે. 


વાયરસ વિરુદ્ધ બંને રસી પ્રભાવી
જેમાં કહેવાયું છે કે sars cov 2 ના B.1.617 સ્વરૂપ પર રસીના પ્રભાવના આકલનથી ખબર પડે છે કે રસીકરણ બાદ સંક્રમણ થવા પર બીમારીના હળવા લક્ષણ જોવા મળે છે. કોરોના વાયરસના B.1.617 સ્વરૂપને ભારતીય સ્વરૂપ કે ડબલ મ્યૂટેન્ટ વાયરસ પણ કહે છે. અભ્યાસમાં વાયરસના આ સ્વરૂપ પર ભારતમાં ઉપયોગમાં લેવાઈ રહેલી બંને રસી પ્રભાવી હોવાની વાત સામે આવી છે. 


ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી
કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે આજથી 18 વર્ષની ઉપરના લોકો માટે રસીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે. સાંજે 4 વાગ્યાથી આ પ્રક્રિયા ઓનલાઈન શરૂ થશે. સરકારે આ તબક્કાના રસીકરણ માટે મહત્વપૂર્ણ શરત રાખી છે કે રસી મૂકાવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જ કરાવવું પડશે. 


ક્યાં કરી શકાશે રજિસ્ટ્રેશન?
કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. 


આરોગ્ય સેતુ એપ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?
આરોગ્ય સેતુ એપ પર તમને Cowin નું ડેશબોર્ડ દેખાશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમારે લોગઈન/રજિસ્ટર પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારા 10  અંકના મોબાઈલ નંબરને નાખવાનો રહેશે. તમારા નંબર પર ઓટીપી આવશે જેને એન્ટર કરવાથી તમારો મોબાઈલ નંબર વેરિફાય થશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ થશે. તમારે તમારું નામ, જન્મતિથિ, જેન્ડર જેવી બેઝિક ડિટેલ્સ ભરવાની રહેશે. ત્યારબાદ તમને એક પેજ દેખાશે જેના પર તમે વધુમાં વધુ 4 અન્ય લાભાર્થીઓને તે મોબાઈલ નંબરથી જોડી શકો છો. ત્યારબાદ જેવો તમે તમારો પિનકોડ નાખશો કે તમારી સામે વેક્સિનેશન સેન્ટરોની યાદી ઓપન થશે. તેમાંથી તમે તમારું મનગમતું સેન્ટર પસંદ કરો. તમને રસીકરણ ડેટ અને ટાઈમિંગની જાણકારી મળી જશે. 


કોવિન પોર્ટલ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?
કોવિન પોર્ટલ  (www.cowin.gov.in) પર જાઓ.  ત્યારબાદ તમારો 10 આંકડાવાળો મોબાઈલ નંબર નાખીને ઓટીપી દ્વારા વેરિફાય કરો. ઓટીપી સબમિટ કરતા જ નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારી પ્રાથમિક જાણકારી જેમ કે નામ, જન્મતિથિ,વગેરે ભરવાની રહેશે. ત્યારબાદ તમારી નજીકનું કોવિડ રસીકરણ સેન્ટર પસંદ કરો. સેન્ટર પસંદ કર્યા બાદ ટાઈમિંગ સ્લોટ પસંદ કરો. બધી વિગતો ચકાસીને કન્ફર્મ કરો. તમારું સફળતાથી રજિસ્ટ્રેશન પૂરું થશે. 


ગુજરાતમાં રસી ફ્રી મળશે
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાની રસી વિનામૂલ્યે આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. રાજ્ય સરકારે ફ્રી વેક્સીનેશન માટે કોવિશીલ્ડના 1 કરોડ અને કોવેક્સિનના 50 લાખ ડોઝનો ઓર્ડર પણ આપ્યો છે. ગુજરાતમાં પણ 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ ચાલુ થઈ જશે.


Corona Update: દેશમાં કોરોનાની ભયજનક સ્થિતિ, પહેલીવાર 24 કલાકમાં 3 હજારથી વધુ મૃત્યુ, 3.60 લાખથી વધુ નવા કેસ 


ત્યાગની મિસાલ: Corona થી સંક્રમિત દાદાએ એક યુવક માટે છોડ્યો પોતાનો બેડ, 3 દિવસ બાદ થયું નિધન 


Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube