બેઈજિંગ: કોરોના વાયરસની ઉત્પતિ પર વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને ચીન (China) નો જોઈન્ટ રિપોર્ટ લીક થઈ ગયો છે. દર વખતે જાહેર કરતા ટાળવામાં આવી રહેલા WHO ના તપાસ રિપોર્ટમાં કહેવાયું છે કે એ વાતની સૌથી વધુ આશંકા છે કે ચામાચિડિયાથી કોરોના વાયરસ કોઈ અન્ય જાનવરમાં ગયો અને ત્યાંથી માણસોમાં ફેલાયો. પ્રયોગશાળામાંથી વાયરસ ફેલાયો હોય તેવી આશંકા ખુબ ઓછી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક સવાલોના જવાબ નથી
કોરોનાની ઉત્પતિ પર વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોના વાયરસ વુહાન લેબથી લીક થયો હોય તેવી આશંકા ખુબ ઓછી છે. સમાચાર એજન્સી એપીએ WHO ના રિપોર્ટના હવાલે આ જાણકારી આપી છે. WHO ના આ રિપોર્ટમાં જેવી આશા હતી તેમ જ અનેક સવાલોના જવાબ નથી અપાયા. WHO ની ટીમે પ્રયોગશાળામાંથી વાયરસના લીક થયાના પહેલુને બાદ કરતા અન્ય તમામ પહેલુઓ પર આગળ તપાસનો પ્રસ્તાવ રજુ કર્યો છે. 


સતત થઈ રહ્યો છે વિલંબ
અત્રે જણાવવાનું કે રિપોર્ટ જાહેર કરવામાં સતત વિલંબ થઈ રહ્યો છે. જેના પર સવાલ ઉઠી રહ્યા છે કે ક્યાંક ચીની પક્ષ તપાસના તારણોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યો જેથી કરીને ચીન પર કોવિડ 19 મહામારી ફેલાવવાનો દોષનો ટોપલો ન ઢોળાય. વિશ્વ આરોગ્ય સંગઠનના એક અધિકારીએ ગત અઠવાડિયાના અંતમાં કહ્યું હતું કે તેમને આશા છે કે ટીમનો રિપોર્ટ આગામી થોડા દિવસમાં જાહેર કરી દેવાશે. 


એક દિવસમાં 68 હજારથી વધુ કેસ
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68,020 જેટલા નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 1,20,39,644 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,13,55,993 લોકો રિકવર થયા છે. જ્યારે 5,21,808 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 291 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,61,843 પર પહોંચ્યો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 6,05,30,435 લોકોને રસી આપવામાં આવી છે. 


આ 8 રાજ્યોમાં પરિસ્થિતિ ખરાબ
સરકારના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ કથળેલી છે. જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કેરળ, તામિલનાડુ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. કોરોનાના કુલ જે નવા કેસ નોંધાય છે તેમાંથી 84.5 ટકા નવા કેસ આ આઠ રાજ્યોમાંથી આવે છે.  એમાં પણ 80 ટકા એક્ટિવ કેસ તો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, અને છત્તીસગઢ એમ આ પાંચ રાજ્યોમાં જોવા મળી રહ્યાં છે. 


PHOTOS: 3 વર્ષના બાળકને રખડતા કૂતરા 50 મીટર સુધી ખેંચી ગયા, પેટના આંતરડા બહાર આવી ગયા
 


Suez Canal News: નહેરમાં એક જહાજ ફસાઈ જવાથી આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર અસર, જાણો ભારતની સ્થિતિ


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube