Corona New Variant : કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે. કોરોના ફરીથી આવતા કેટલાક દેશોમાં ફરીથી માસ્ક પહેરવા અપીલ કરાઈ છે. ખાસ કરીને અમેરિકા અને સિંગાપુરમાં FLiRTના કેસ સતત વધ્યા છએ. નવા વેરિયન્ટના કેસ વધતા ભારતનું આરોગ્ય મંત્રાલય દોડતું થયું છે. દેશમાં નવા વેરિયન્ટના 250થી વધુ કેસ નોંધાયા છે. આ પ્રકારના સંક્રમણ માટે KP 1.1 અને KP 2 જવાબદાર છે. જેમાં મહારાષ્ટ્રમાં KP 2ના નવા 91 કેસ નોંધાયા છે. 15 મે સુધી પુણેમાં 51 લોકો નવા વેરિયન્ટથી સંક્રમિત થયા છે. થાણેમાં નવા વેરિયન્ટનાં 20 કેસ નોંધાયા છે. 


  • KP 2 સબ વેરિયન્ટનાં અમેરિકામાં 25% કેસ નોંધાયા

  • કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન જેવો જ છે

  • કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી લોકોમાં ફેલાય છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશોએ માસ્ક પહેરવાની અપીલ કરી 
ગત કેટલાક દિવસોમાં વૈશ્વિક સ્તરે કોરોના પર બ્રેક લાગી હતી. પરંતુ હવે એકવાર ફરીથી આ મહામારીએ ઉથલો માર્યો છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ગત દિવસોમાં કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. જેને FLiRT નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ વાયરસ તેજીથી વધી રહ્યો છે. સિંગાપોરમાં ફરીથી માસ્ક પહેરવાની અપીલ કરાઈ.  


સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટાપુ પર ફસાયા 4 યુવકો, ચેતવણી છતાં નદીમાં ફરવા ગયા હતા


સિંગાપોરના નવા વેરિયન્ટના કેસ વધ્યાં 
સીડીસી અનુસાર, 14 થી 27 એપ્રિલ સુધી  KP.2 સબ વેરિયન્ટ અમેરિકામાં લગભગ 25% કેસોનું કારણ બન્યો છે. વિશ્વ સ્તર પર કોરોનાના JN.1 અને તેના સબ વેરિયન્ટને સ્પ્રેડ થતા જોઈ શકાય છે. જેમાં KP.1 અને KP.2 સામેલ છે. હાલમાં સિંગાપોરમાંથી બે તૃતિયાંશ કેસ KP.1 અને KP.2 ના છે. 


વિદેશમાં વસતા પાટીદારો માટે સમાજ કરશે આ મોટું કામ, પાટણમાં ફરી એક થઈને લેવાયો સંકલ્પ


ઓમિક્રોન જેવો છે
રિસર્ચ કરનારાઓનું કહેવું છે કે, આ વેરિયન્ટ ઓમિક્રોન જેવો છે. જે તેજીથી લોકોમાં ફેલાઈ રહ્યો છે અને વધુને વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. આ ઉપરાંત આ વેરિયન્ટ પણ વેક્સીનેશનથી બનેલી શરીરની પ્રતિરોધક ક્ષમતાને ચકમો આપવામાં સફળ રહ્યો છે. તેની આગળ વેક્સીન પણ ફેલ સાબિત થઈ રહી છે. 


કોરોનાની નવી લહેર આવશે
મીડિયા રિપોર્ટસ અનુસાર, સિંગાપોરમાં કોવિડ-19 ની એક નવી લહેર જોવા મળશે. સ્વાસ્થાય વિભાગના આંકડા અનુસાર, 5 થી 11 મે સુધી અહીં 25,900 થી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થય મંત્રી ઓંગ યે કુંગે શનિવારે નાગરિકોને ફરી અપીલ કરી કે, એકવાર ફરીથી માસ્ક પહેરીને પોતાની જાતને સુરક્ષિત રાખો. કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. આ ખતરાને ટાળવા માટે માસ્ક જરૂરી છે. તેથી દરેક લોકો સાવધાની રાખે. 


મેરેજ ફોર્મ પર સહી નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને મારી નાંખીશ