સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટાપુ પર ફસાયા 4 યુવકો, ચેતવણી છતાં નદીમાં ફરવા ગયા હતા
Narmada News નર્મદા : દાંડી બીચ દુર્ઘટના અને નર્મદા નદીમાં ડૂબવાની ઘટના હજી તાજી જ છે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ખાલી ટાપુ પર ફરવા ગયેલા ચાર યુવકો ફસાયા હતા. પાણીનો ફ્લો વધતા ચારેય યુવકો ફસ્યા હતા, જેના બાદ તેમને બચાવી લેવાયા હતા.
એકતા નગર પાસે આવેલ વાગડિયા ગામે નદી વચ્ચે આવેલ ટાપુ પરથી 4 વ્યક્તિઓને બચાવાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પોલીસ અને રિવર રાફટિંગના કર્મચારીઓએ 2 કલાકની બચાવ કામગીરી કરી અને તમામ ચાર યુવકોને સહી સલામત બચાવી લેવાયા છે.
હાલ, રોજ સાંજે નર્મદા ડેમના જળવિદ્યુત મથકોમાંથી પાણી છોડાય છે. રોજેરોજ આપવામાં આવતી ચેતવણી બાદ પણ 4 બાંધકામ શ્રમયોગીઓ ખાલી નદીમાં ટાપુ પર ગયા હતા. ચેતવણીને અવગણીને નદી વચ્ચે જતા ફસાઈ ગયા હતા.
પાણી છોડાતા અચાનક નર્મદા નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતુ, જેથી ચાર યુવકો ફસાયા હતા. આ બાદ SoU પોલીસ અને રિવર રાફટિંગના કર્મચારીઓએ બચાવ કામગીરી કરી હતી.
Trending Photos