Covid-19 Vaccine: FDAએ `સાયન્ટિફિક ઇન્ટેગ્રિટી`ને જાળવવાનું આપ્યું વચન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા કોવિડ-19 ઉપચારો અને વેકસીનની વહેલી મંજૂરી પર ભાર મુક્યો છે. અમેરિકાના ફૂડ્સ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)ના ટોચના નિયમનકારોને `સાયન્ટિફિક ઇન્ટેગ્રિટી`ને જાળવી રાખતા એજન્સીની સ્વતંત્રતાની સુરક્ષા કરવાનું વચન આપ્યું છે.
ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા કોવિડ-19 ઉપચારો અને વેકસીનની વહેલી મંજૂરી પર ભાર મુક્યો છે. અમેરિકાના ફૂડ્સ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)ના ટોચના નિયમનકારોને 'સાયન્ટિફિક ઇન્ટેગ્રિટી'ને જાળવી રાખતા એજન્સીની સ્વતંત્રતાની સુરક્ષા કરવાનું વચન આપ્યું છે.
આ પણ વાંચો:- LAC પર ભયંકર તણાવ વચ્ચે મોસ્કોમાં ભારત-ચીનના વિદેશમંત્રીઓની મહત્વની બેઠક
એફડીએ કેન્દ્રોના કામનું નિર્દેશન
એફડીએ ખાતે વિવિધ કેન્દ્રોના કામનું નિર્દેશન કરનાર 8 વરિષ્ઠ કારકિર્દી નાગરિક કર્મચારીઓએ ખાતરી આપી હતી કે તેઓ ઉપલબ્ધ વિજ્ઞાનના આધારે તબીબી ઉત્પાદનોની સલામતી અને અસરકારકતા અંગેના નિર્ણયો લેવાનું ચાલુ રાખશે. એફડીએમાં 100 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા નિયમનકારોએ ચેતવણી આપી છે કે, જો એજન્સી વાસ્તવિક અથવા કથિત દખલને કારણે વિશ્વસનીયતા ગુમાવે છે, તો લોકો એજન્સીની સલામતી ચેતવણીઓ પર વિશ્વાસ કરશે નહીં.
આ પણ વાંચો:- બેરૂત પોર્ટ પર લાગી ભીષણ આગ, સેનાએ આગ પર ઓલવવા હેલિકોપ્ટર મોકલ્યા
ટ્રમ્પનો ઉલ્લેખ નહીં
ટ્રમ્પ અથવા અન્ય નેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એક નિવદેન સામે આવ્યું છે. અન્ય સંઘના કાર્યકારી એજન્સિઓની જેમ એફડીએ એક રાજકીય માહોલમાં કામ કરે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, ચૂંટણી પહેલા કોરોનાની વેકસીન ઉપલબ્ધ થઇ શકે છે.
આ પણ વાંચો:- પરમાણુ હથિયાર, કાકાની હત્યા... ડોનાલ્ડ ટ્રમ્પે ખોલ્યા કિમ જોંગ ઉનના ઘણા 'રાઝ'
ટ્રમ્પની ટીકા
અગાઉ ટ્રમ્પે કોવિડ -19 ની સારવારને મંજૂરી આપવાના એડીએના અભિગમની ટીકા કરી હતી. એફડીએ કમિશનર સ્ટીફન હેનને ટેગિંગ કરતા ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે તેઓ સ્પષ્ટપણે 3 નવેમ્બર સુધી જવાબમાં વિલંબની અપેક્ષા રાખી રહ્યા છે. તેઓએ ગતિ તરફ ધ્યાન આપવું જોઈએ અને લોકોનું જીવન બચાવવું જોઈએ. (ઇનપુટ આઈએએનએસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર