વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એક બે નહી ઘણીવાર ખુલીને ચીન વિરૂદ્ધ નિવેદન આપી ચૂક્યા છે. બ્રિટનની ગુપ્તચર એજન્સીઓ કોરોનાના વુહાન લેબમાંથી લીક હોવાનો આરોપ લગાવી ચૂકી છે. જાપાન ચીનની ચાલને સમજીને ત્યાંથી પોતાની કંપનીઓને કાઢવાની તૈયારી કરી રહી છે. તો બીજી તરફની ચાંસલર તો કોરોના પહેલાં ઘણા મુદ્દાઓ પર ચીન પર અવિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા છે. આ સંક્રમણ ચીનના વુહાન શહેરથી ફેલાવવાનો શરૂ થયો હતો અને તેનાથી અત્યાર સુધી દુનિયામાં 1,19,666 લોકોના જીવ લઇ ચૂક્યા છે અને લગભગ 20 લાખ લોકો તેનાથી સંક્રમિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકા જે હાલ કોરોના સામે સૌથી મોટી જંગ લડી રહ્યા છે. ચીન સૌથી વધુ નારાજ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તો ચીનને સ્પષ્ટ ધમકી આપી છે કે કોરોના સાથે સંકળાયેલી સૂચનાઓને છુપાવનાર ચીનને તેની કિંમત ચૂકવવી પડશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પએ એક પત્રકારના પ્રશ્નનો જવાબ આપતાં એ પણ કહ્યું કે ચીનને ખૂબ જલદી ખબર પડશે, તેને સત્ય છુપાવવાની મોટી કિંમત ચૂકવવી પડશે.


વ્હાઇટ હાઉસમાં સોમવારે એક સંવાદાતા સંમેલનમાં એક પત્રકારે ટ્રમ્પને વારંવાર પ્રશ્ન કર્યો કે તેના માટે ચીનને કોઇ દુષ્પરિણામ કેમ ચૂકવી રહ્યું? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું ''તમને કેવી રીતે ખબર, તેને કોઇ દુષ્પરિણામ નથી? આ અંગે વારંવાર પ્રશ્ન કરવામાં આવતાં ટ્રમ્પે કહ્યું કે ''હું તમને બતાવીશ. ચીનને ખબર પડી જશે. હું તમને કેમ જણાવું?'' ચીન વિરૂદ્ધ અમેરિકી સાંસદોની ટિપ્પણીઓ વચ્ચે ટ્રમ્પે કહ્યું કે 'તમને ખબર પડી જશે.'' 


આમ તો અમેરિકામાં ચીનને પાઠ ભણાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સીનેટર સ્ટીવ ડેન્સે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચીન વિરૂદ્ધ પત્ર લખ્યો છે. પત્રમાં ચીન પાસે મેડિકલ આપૂર્તિ અને ઉપકરણો પર નિર્ભરતા ખતમ કરવાની માંગ કરી છે. અમેરિકામાં દવાઓ બનાવવા સંબંધિત નોકરીઓને પરત લેવાની માંગ કરવામાં આવી છે. ચાર રિપબ્લિકન સાંસદોએ ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે બિલ રજૂ કરવામાં આવ્યું છે. અમેરિકા પાસેથી જે સંકેત મળી રહ્યા છે તે મુજબ અમેરિકા ચીન પાસેથી પોતાની કંપનીઓને પરત બોલાવવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ ચીન વિરૂદ્ધ ગુસ્સો ફક્ત અમેરિકામાં જ નથી. 


સીનેટર સ્ટીવ ડેન્સએ ટ્રમ્પને પત્ર લખીને અપીલ કરી છે કે અમેરિકા સરકાર ચીનથી મેડિકલ આપૂર્તિ તથા ઉપકરણો પર નિર્ભરતાને સમાપ્ત કરે અને અમેરિકામાં દવાઓ બનાવવા સંબંધી નોકરીઓ પરત લઇને આવે. રિપબ્લિકન પાર્ટીના ચાર સાંસદોએ પણ ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે સોમવારે એક બિલ રજૂ કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર