ચીન: કોરોના માથું ઉચકી રહ્યો છે, આ બે મોટા શહેરોમાં કડક પ્રતિબંધો લાગૂ
હાલમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધ્યા છે ત્યારબાદ ચીનના પ્રમુખ શહેરોમાં લોકડાઉન લગાવવા માટે ચીની પ્રશાસને મજબૂર થવું પડ્યું.
બેઈજિંગ: ચીનમાં કોરોના વાયરસના કેસ એકવાર ફરીથી વધવાથી દેશના બે સૌથી મોટા શહેરો શેનઝેન અને શાંઘાઈમાં કડક કોવિડ-19 પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. હાલમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધ્યા છે ત્યારબાદ ચીનના પ્રમુખ શહેરોમાં લોકડાઉન લગાવવા માટે ચીની પ્રશાસને મજબૂર થવું પડ્યું.
કોરોનાના કેસ વધતા ચીન અલર્ટ
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના કેસ વધ્યા બાદ લોકોના એન્ટીજન ટેસ્ટ થઈ રહ્યા છે અને બેદરકારી બદલ અનેક વરિષ્ઠ અધિકારીઓને પણ બરતરફ કરવામાં આવ્યા છે.
એક અઠવાડિયાનું લોકડાઉન
શેનઝેનમાં એક અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. બિનજરૂરી સેવાઓ સંલગ્ન લોકોને ઘરે રહેવાની સલાહ અપાઈ છે. આ ઉપરાંત વયસ્કોને પીસીઆર ટેસ્ટ કરાવવા માટે કહેવાયું છે. જ્યારે શાંઘાઈમાં આંશિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. લોકોને શહેર છોડીને ન જવાની સલાહ પણ અપાઈ છે.
Russia Ukraine War: બહુ જલદી જેલેન્સ્કી સાથે વાત કરશે પુતિન! તુર્કીએ મધ્યસ્થતાની કરી રજૂઆત
પ્રશાસનની અપીલ
ચીનના નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યાં મુજબ રવિવારે ચીનમાં કોરોનાના નવા 3122 કેસ સામે આવ્યા. જ્યારે શનિવારે 1524 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસ વધ્યા બાદ કડકાઈની જાહેરાત થઈ. લોકોને ફેસ માસ્ક લગાવવાની અને વારંવાર પોતાના હાથ ધોવાની અપીલ કરાઈ છે.
ભારતની મિસાઈલ સીધી પાકિસ્તાનમાં જઈને પડી, હવે ઈમરાન ખાને આપ્યું આ નિવેદન
નોંધનીય છે કે ચીન કોવિડ ઝીરો પોલીસી પર કામ કરી રહ્યું છે. જે લોકો કોરોના સંક્રમિત થયા છે તે તમામને આઈસોલેટ કરી દેવાયા ચે. ચીન પોતાની નવી કોવિડ નીતિ હેઠળ કામ કરીને કોરોના વાયરસના પ્રસારને રોકવામાં સફળતા મેળવવાની કોશિશ કરી રહ્યું છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube