Russia Ukraine War: બહુ જલદી જેલેન્સ્કી સાથે વાત કરશે પુતિન! તુર્કીએ મધ્યસ્થતાની કરી રજૂઆત
Trending Photos
કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ એકવાર ફરીથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે વાતચીત પર આશા વ્યક્ત કરી છે. વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે રશિયા અને યુક્રેનના પ્રતિનિધિ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજ વાતચીત કરી રહ્યા છે અને તેઓ બંને દેશોના રાષ્ટ્રપતિઓ વચ્ચે વાતચીત માટે જમીન તૈયાર કરવામાં લાગ્યા છે. આ બાજુ તુર્કીએ દાવો કર્યો છે કે રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ જલદી વાતચીત કરી શકે છે.
તુર્કીના રાષ્ટ્રપતિ સાથે સંવાદમાં પુતિને આપ્યો સંકેત
તુર્કીએ દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી સાથે વાતચીત કરવા માટે તૈયાર થઈ શકે છે. પુતિને તુર્કીના રાષ્ટ્રપતિ સાથે રવિવારે ફોન પર વાતચીત દરમિયાન આ સંકેત આપ્યો. આ બાજુ તુર્કીએ બંને દેશો વચ્ચે મધ્યસ્થતાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. તુર્કીના જણાવ્યાં મુજબ તે બંને વચ્ચે સંવાદ કરાવવાની કોશિશ કરી રહ્યું છે. તુર્કીએ કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ પણ પુતિન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
પુતિન અને જેલેન્સ્કીની થશે મુલાકાત?
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે અમારા દેશના પ્રતિનિધિ રોજ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે. તેઓ બંને દેશોના રાષ્ટ્રપતિઓ વચ્ચે સંવાદ સાધવાની કોશિશ કરી રહ્યા છે. લોકો પણ આ બેઠકની વાટ જોઈને બેઠા છે. આ એક મુશ્કેલ કામ છે પરંતુ હાલ આ રસ્તાની જરૂર છે.
જેલેન્સ્કીની નાટોને ચેતવણી
રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે પુતિન ગમે તેટલી સેના મોકલી, ભલે ગમે તેટલી તાકાત વાપરે પરંતુ જીત યુક્રેનની જ થશે. જેલેન્સ્કીએ પશ્ચિમી દેશો અને નાટોને ચેતવણી આપી છે કે જો તેમણે સમયસર રશિયા વિરુદ્ધ એક્શન ન લીધુ તો રશિયા તેમને પણ છોડશે નહીં.
આ બાજુ જેલેન્સ્કીએ પોલેન્ડની સરહદ પાસે પશ્ચિમી યુક્રેનમાં સૈન્ય ઠેકાણા પર રશિયાના હુમલાની પણ ટીકા કરી છે. આ સાથે જ કહ્યું કે અમે વાર્તાની સતત કોશિશ કરી રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે