Covid-19 And Children: કોરોના વાયરસ મહામારી દરમિયાન અમેરિકામાં 75 લાખથી વધુ બાળકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (AAP) અને ચિલ્ડ્રન્સ હોસ્પિટલ એસોસિએશનના નવા રિપોર્ટમાં આ વાત સામે આવી છે, જે મુજબ, યુએસમાં કોરોના મહામારીની શરૂઆત બાદથી લગભગ 75 લાખ બાળકો કોવિડ પોઝિટિવ થઇ ચૂક્યા છે. આ અહેવાલ સોમવારે પ્રકાશિત થયો હતો જેમાં લખ્યું હતું કે,


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23 ડિસેમ્બર 2021 સુધીમાં યુએસના તમામ રાજ્યોમાં કુલ 75,65,416 બાળકોમાં કોવિડ-19ના કેસ નોંધાયા છે. તમામ પુષ્ટિ થયેલ કેસોમાં બાળકો 17.4 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.


સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ કુલ દર 100,000 બાળકો દીઠ 10,052 છે.


રિપોર્ટ અનુસાર, અમેરિકન બાળકોમાં કોવિડ-19 સંક્રમણને લગતા કેસ 'ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે'.

Petrol Price Big Breaking: 26 જાન્યુઆરીથી અહીં 25 રૂપિયા સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ


અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીની અગાઉની લહેર દરમિયાન અમેરિકા સૌથી વધુ પ્રભાવિત થયું હતું. તો બીજી તરફ ઓમિક્રોન વેરિઅન્ટની અસર પણ અમેરિકામાં વધુ જોવા મળી છે. અમેરિકામાં કોરોના કેસની સંખ્યા હવે વધીને 5,10,000 થઈ ગઈ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના તાજેતરના આંકડાઓ અનુસાર મહામારીની શરૂઆત પછી દેશમાં એક દિવસમાં આ સૌથી વધુ વધારો થયો છે. સોમવારે, યુ.એસ.માં કુલ 512,553 નવા કેસની પુષ્ટિ થઈ હતી અને ત્યાં 1,762 લોકો મૃત્યુ પામ્યા હતા.


અમેરિકામાં આટલી મોટી સંખ્યામાં સંક્રમિત બાળકોના આંકડા દર્શાવે છે કે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે બાળકો કોરોના સંક્રમણનો શિકાર બની શકે છે.


ઓમિક્રોન વેરિઅન્ટને કોરોના વાયરસના જૂના વેરિએન્ટની તુલનામાં 3 ગણી ઝડપથી ફેલાનાર વેરિન્ટ ગણવામાં આવે છે. જો કે, અત્યાર સુધી નોંધાયેલા તમામ કેસોમાં દર્દીઓમાં માત્ર હળવા કે સામાન્ય લક્ષણો જ જોવા મળ્યા છે. બાળકો માટે પણ આ પ્રકારના જોખમને ધ્યાનમાં રાખીને બાળકોને તેનાથી સુરક્ષિત રાખવાની જરૂર છે.


બાળકોને કેવી રીતે રાખો ઓમિક્રોનથી સુરક્ષિત
એક્સપર્ટના અનુસાર બાળકોને ઓમિક્રોનથી સુરક્ષિત રાખવા માટે તેમને હાઇઝિનનો ખાસ ખ્યાલ રાખવામાં મદદ કરો.
વારંવાર હથ ધોવો.
સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરો.
બાળકોને ઘરમાંથી બહાર જતાં માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube