Petrol Price Big Breaking: 26 જાન્યુઆરીથી અહીં 25 રૂપિયા સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ

Petrol Diesel Price in Jharkhand: ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો થશે. સરકારના બે વર્ષ પૂરા થવા પર સીએમ હેમંત સોરેને મોટી જાહેરાત કરી છે. 

Petrol Price Big Breaking: 26 જાન્યુઆરીથી અહીં 25 રૂપિયા સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ

રાંચી: Petrol Diesel Price in Jharkhand: ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો થશે. સરકારના બે વર્ષ પૂરા થવા પર સીએમ હેમંત સોરેને મોટી જાહેરાત કરી છે. 

તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર પડી રહી છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે અમે ગરીબ મજૂર વર્ગને 25 રૂપિયા પ્રતિ લિટરની રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આ 26 જાન્યુઆરીથી અમલમાં આવશે.

હેમંત સોરેને ગઠબંધન સરકારના બે વર્ષ પુરા થવાના અવસર પર આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે સરકાર સ્ટૂડેન્ટને સ્ટેન્ડ ક્રેડિટ કાર્ડ વડે આચ્છાદિત કરશે, જેથી હોનહાર વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પરેશાની ન થાય. જનજાતિ સમુદાયના બાળકોને બેંક મેનેજર લોન આપી રહ્યા નથી. તેને લઇને સરકાર ગંભીર છે. આગામી દિવસોમાં આ સમસ્યાનું સમાધાન સરકાર કરશે. 

— Office of Chief Minister, Jharkhand (@JharkhandCMO) December 29, 2021

હેમંત સોરેને ગઠબંધન સરકારના બે વર્ષ પુરા થવાના અવસર પર આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે સરકાર સ્ટૂડેન્ટને સ્ટૂડેન્ટ ક્રેડિટ કાર્ડ આચ્છાદિત કરશે. જેથી હોનહાર વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલી ન થાય. જનજાતિ સમુદાયના બાળકોને બેંક મેનેજર લોન આપી રહ્યા નથી. તેને લઇને સરકાર ગંભીર છે. આગામી દિવસોમાં આ સમસ્યાનું સમાધાન સરકાર કરશે.

તમને જણાવી દઈએ કે ઝારખંડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ સતત પેટ્રોલ-ડીઝલ પર વેટના દર ઘટાડવાની માંગ કરી રહ્યું હતું. એસોસિએશન સરકાર પાસેથી પેટ્રોલ પરના વેટમાં 5% ઘટાડો કરવાની માંગ કરી રહી હતી. તેમનું કહેવું છે કે જો સરકાર વેટનો દર 22% થી ઘટાડીને 17% કરે તો લોકોને મોટી રાહત મળશે. એસોસિએશને જણાવ્યું કે ઝારખંડના પડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં ડીઝલના ભાવ ઓછા છે. આવી સ્થિતિમાં ઝારખંડથી દોડતા વાહનો પડોશી રાજ્યોમાંથી ઈંધણ ભરી રહ્યા છે. જેના કારણે તેઓને નુકસાન થઈ રહ્યું છે.

એસોસિએશનના પ્રમુખ અશોક સિંહે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ડીલરોએ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો હતો અને નાણામંત્રીને પણ મળ્યા હતા. પરંતુ અત્યાર સુધી કોઈએ તેની પરવા કરી નથી. અશોકે માહિતી આપી હતી કે તેઓ નાણામંત્રીને મળ્યા હતા અને આ અંગે મેમોરેન્ડમ સોંપ્યું હતું, પરંતુ તેમની માંગણીઓ પર વિચાર કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે ઝારખંડમાં 1350 પેટ્રોલ પંપ છે, જેની સાથે 2.50 લાખથી વધુ પરિવારોની આજીવિકા સીધી રીતે જોડાયેલી છે. વેટના ઊંચા દરને કારણે ધંધાને અસર થઈ રહી છે.

આ વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પછી દિવાળીના અવસર પર કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પાંચ અને દસ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. કેન્દ્રએ પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ સમગ્ર દેશમાં તેલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. 

બીજી તરફ કેન્દ્રના નિર્ણય બાદ એનડીએ શાસિત વિવિધ રાજ્યોએ પણ પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો હતો. બિહાર, યુપી, ત્રિપુરા, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ સહિત લગભગ તમામ રાજ્યોમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પછી કોંગ્રેસ શાસિત રાજ્યો રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢમાં પણ તેલ પરનો વેટ ઘટાડવામાં આવ્યો હતો. બીજી તરફ તાજેતરમાં દિલ્હીની કેજરીવાલ સરકારે પણ પેટ્રોલ પર વેટ ઘટાડી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news