વોશિંગટનઃ અમેરિકી દવા કંપની ફાઇઝરની કોરોના વિરોધી વેક્સિન પાંચથી 11 વર્ષના બાળકો માટે પણ સુરક્ષિત અને અસરકારક જોવા મળી છે. કંપનીએ સોમવારે આ દાવો કરતા કહ્યું કે તેના ઉપયોગની મંજૂરી માટે તે જલદી અમેરિકા અને યૂરોપ સહિત અન્ય દવા નિયામકો પાસે તેના આંકડા જમા કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઇઝરે જર્મન કંપની બાયોએનટેકની સાથે મળીને કોરોના વેક્સિન વિકસિત કરી છે. હાલ આ વેક્સિન 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને વયસ્કોને લગાવવામાં આવી રહી છે. ફાઇઝર પ્રમાણે પરીક્ષણ દરમિયાન બાળકોને વયસ્કોની તુલનામાં એક તૃતિયાંશ ડોઝ આપવામાં આવ્યા. બાળકોને 21 દિવસના અંતર પર તેને 10 માઇક્રોગ્રામના ડોઝ આપવામાં આવી. જ્યારે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને વયસ્કોને 30 માઇક્રોગ્રામના ડોઝ આપવામાં આવે છે. આ ટ્રાયલ કેજી અને પ્રાઇમરી સ્કૂલ ઉંમર વર્ગના 2268 બાળકો પર કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ Video: રશિયામાં યુનિવર્સિટી પર હુમલો, 8ના મોત, જીવ બચાવવા બિલ્ડિંગ પરથી વિદ્યાર્થીઓએ લગાવી છલાંગ


ફાઇઝરના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડો. બિલ ગ્રુબરે કહ્યુ કે, બીજા ડોઝ બાદ પાંચથી 11 વર્ષના બાળકોમાં કોરોના વાયરસ વિરુદ્ધ કિશોરો અને વયસ્કો જેવી મજબૂત એન્ટીબોડી જોવા મળી છે. બાળરોગ નિષ્ણાંત ડો. ગ્રુબરે જણાવ્યુ કે, બાળકો માટે આ વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કિશોરોની જેમ બાળકોમાં હાથમાં દુખાવો, તાવ અને બેચેની જેવા તાત્કાલિક પ્રતિકૂળ પ્રભાવ જોવા મળ્યો હતો. કંપની તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વેક્સિન સંબંધી આ આંકડાને જલદી યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ), યુરોપિયન મેડિસિન એજન્સી (ઇએમએ) અને અન્ય કંટ્રોલર પાસે જમા કરાવવામાં આવશે. 


ધ ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટમાં બે સ્વાસ્થ્ય નિષ્ણાંતોના હવાલાથી કહ્યુ છે કે 5થી 11  વર્ષની ઉંમરના બાળકો માટે કોવિડ રસી ઓક્ટોબરના અંત સુધી ઉપલબ્ધ થઈ શકે છે. તેનાથી નાના બાળકોના માતા-પિતાને રાહત મળશે કારણ કે હાલના સમયમાં કોરોના રસી માત્ર 12 વર્ષની ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ છે. NYTના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વયસ્કોની તુલનામાં કોવિડથી પીડિત બાળકોમાં હળવા કે લક્ષણ ન હોવાની સંભાવના વધુ હોય છે. બાળકોમાં ગંભીર બીમારી વિકસિત થવા. હોસ્પિટલમાં દાખલ થવા કે બીમારીથી મૃત્યુ પામવાની સંભાવના ખુબ ઓછી હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube