Russia: યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગમાં 8ના મોત, અનેક ઘાયલ, જીવ બચાવવા બિલ્ડિંગ પરથી વિદ્યાર્થીઓએ લગાવી છલાંગ

રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના ઘટી છે. જેમાં છેલ્લે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

Russia: યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગમાં 8ના મોત, અનેક ઘાયલ, જીવ બચાવવા બિલ્ડિંગ પરથી વિદ્યાર્થીઓએ લગાવી છલાંગ

નવી દિલ્હી: રશિયા (Russia) ની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના ઘટી છે. જેમાં છેલ્લે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. યુનિવર્સિટીને હાલ બંધ કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

— ANI (@ANI) September 20, 2021

હુમલા બાદ યુનિવર્સિટીથી એક હચમચાવી નાખતો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં અંધાધૂંધ ફાયરિંગ બાદ વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બારીઓમાંથી કૂદીને ભાગતા જોવા મળી રહ્યા છે. હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે પર્મ સ્ટેટ યુનિવર્સિટી પર આ હુમલો આતંકી હુમલો છે કે નહીં. અથડામણ બાદ સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર કર્યો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 20, 2021

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં હુમલાખોર હાથમાં રાઈફલ લઈને ઘૂમી રહ્યો છે. અત્રે જણાવવાનું કે રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટી ખુબ ફેમસ યુનિવર્સિટી છે. અહીં વિદ્યાર્થીઓ દૂર દૂરથી ભણવા માટે આવે છે. પરંતુ અચાનક ફાયરિંગની ઘટનાએ દહેશત પેદા કરી દીધી છે. મળતી માહિતી મુજબ અજાણ્યા હુમલાખોરે વિદ્યાર્થીઓ પર અચાનક જ આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધુ દીધુ હતું જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી.

નોંધનીય છે કે રશિયામાં અગાઉ પણ આવા આતંકી હુમલા થઈ ચૂક્યા છે. ચેચન્યામાં થોડા વર્ષો પહેલા કેટલાક આતંકી હુમલા થયા હતા. રશિયા પોતાના દેશની આંતરિક સુરક્ષા બાબતે ખુબ જ અલર્ટ રહે છે. 

— ILKHA (@IlkhaAgency) September 20, 2021

 

હુમલાખોરને માર્યા બાદ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે આરોપી હુમલાખોર શું યુનિવર્સિટીનો જ કોઈ વિદ્યાર્થી હતો કે પછી આતંકી? જો કે હાલ કઈ પણ કહેવું મુશ્કેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news