લંડનઃ બ્રિટનમાં કોરોના વાયરસની રસી ત્રણ મહિનાની અંદર આવી જશે. ધ ટાઇમ્સ અખબારે સરકારી વૈજ્ઞાનિકોના હવાલાથી આ જાણકારી આપી છે. અખબાર પ્રમાણે આ વૈજ્ઞાનિક ઓક્સફોર્ડની વેક્સિન પર કામ કરી રહ્યાં છે અને તેને આશા છે કે નિયામક (રેગુલેટર) તેને વર્ષ 2021ની શરૂઆત પહેલા મંજૂરી આપી દેશે. ફાર્માસ્યૂટિકલ્સ કંપની એસ્ટ્રાઝેનેકાની સાથે મળીને ઓક્સફોર્ડ આ વેક્સિનનું પીક્ષણ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટિશ સરકારે વેક્સિનના 10 કરોડ ડોઝ બનાવવાનો આદેશ આપ્યો છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું અનુમાન છે કે છ મહિનાની અંદર પ્રત્યેક વયસ્કને વેક્સિન મળી શકે છે. પરંતુ તેમના દાવાને લઈને બધા એકમત નથી. અખબાર પ્રમાણે યૂરોપીય મેડિસન એજન્સી (ઈએમએ)એ ગુરૂવારે કહ્યું કે, તેણે એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની સંભવિત કોરોના વેક્સિનના આંકડાની સમીક્ષા શરૂ કરી દીધી છે. 


આ પ્રકારનું પગલું તે માટે ભરવામાં આવી રહ્યું છે કે એકવાર વેક્સિન આવ્યા બાદ તેને મંજૂરી આપવાની પ્રક્રિયામાં સમયની બરબાદી ન થાય. મહત્વનું છે કે કોરોનાથી એક લાખ કરતા મૃત્યુ માત્ર યૂરોપમાં થયા છે. રસીકરણ પર બનાવવામાં આવેલા પ્રોટોકોલ પ્રમાણે સૌથી પહેલા તે વેક્સિન 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અપાશે. હાલ બાળકોને આ રસીકરણ કાર્યક્રમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. 


ડોનાલ્ડ ટ્રમ્પના કોરોના પોઝિટિવ થવા પર કેવું રહ્યું ચીનનું રિએક્શન? જાણો શું બોલ્યા જિનપિંગ  


અખબાર પ્રમાણે વૈજ્ઞાનિકોને આશા છે કે આ વેક્સિનથી પચાસ ટકા સંક્રમણ રોકવામાં સફળતા મળશે. એક વાર નિયામકથી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ને તત્કાલ સામૂહિક રસીકરણ શરૂ કરવા માટે કહેવામાં આવી શકે છે. પરંતુ બ્રિટિશ સરકારમાં પ્રત્યેક વયસ્કના રસીકરણની સમયાવધિને લઈને મતભેદ છે. 


રોયલ સોસાઇટીની આ સપ્તાહે આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિનનું ઉત્પાદન અને વિતરણ એક મોટો પડકાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રસી ઉપલબ્ધ થવાનો મતલબ તે નથી કે એક મહિનાની અંદર દરેકને આ રસી લગાવી દેવામાં આવશે. લંડન સ્થિત ઇમ્પીરિયલ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રમુખ નિલય શાહે કહ્યુ કે, વેક્સિનને નિયામકની મંજૂરી મળ્યા બાદ છથી નવ મહિના આ કામમાં લાગી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube