Aztec Death Whistle Sound Effect: શું તમે ક્યારેય મોતની સીટી વિશે સાંભળ્યું કે વાંચ્યું છે? જો જવાબ ના હોય તો જાણી લો કે આ દુનિયાની સૌથી ડરામણી અવાજોમાંથી એક છે. કેટલાકને 'એઝટેક ડેથ વ્હિસલ'માંથી હિંસક અવાજ સંભળાય છે જ્યારે કેટલાકને ભયાનક ચીસો સંભળાય છે. આ 'મોતની સીટી' જોવામાં પણ એચલી ભયાનક છે જેટલી તેમાંથી નીકળનાર અવાજ. વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત એઝટેક ડેથ વ્હીસલના અવાજની મગજ પર અસર શોધી કાઢી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે કેનેડા ફરવા પણ નહીં જઈ શકાય? જાણો કેનેડાએ કેમ ટૂરિસ્ટ વિઝા પર લગાવ્યો પ્રતિબંધ


સ્વિસ અને નોર્વેજિયન રિસર્ચર્સની ટીમે શોધી કાઢ્યું છે કે મોતની સીટી સાંભળવાથી આપણા દિમાગમાં ઘણા સેન્ટર એક્ટિવ થઈ જાય છે. તેમણે આ અવાજને પ્રાકૃતિક અને ભયાનક રૂપથી અપરિચિતનું ખતરનાક મિશ્રણ કહ્યું છે. આશ્ચર્યની વાત નથી કે એઝટેક લોકો કદાચ તેનો ઉપયોગ ધાર્મિક અને બલિ સંબંધી અનુષ્ઠાનોને વધારવા માટે કરતા હતા.


દુનિયામાં તબાહી મચશે? પ્રલયની માછલી તરફથી મળે છે સંકેત! શું સાચી પડશે ભવિષ્યવાણી?


મોતની સીટીનો અવાજ સાંભળનારે શું જણાવ્યું?
જ્યૂરિખ યૂનિવર્સિટીમાં ન્યૂરોસાઈન્ટિસ્ટ સાશા ફ્રૂહોલ્જ અને તેમના સાથીઓએ આખા યુરોપમાં 70 વોલેન્ટિયર્સની પસંદગી કરી. તેમણે રેન્ડમ તરીકે ડરામણી સીટીઓ સહિત ઘણા પ્રકારના અવાજો સંભળાવીને તેમની પ્રતિક્રિયા લેવામાં આવી. વોલેન્ટિયર્સને એ ખબર નહોતી કે તે અવાજોમાં એઝટેક ડેથ વ્હિસલની અવાજો પણ હશે. જ્યારે મોતની સીટી વાગી તો ટેસ્ટમાં સામેલ 32 લોકોનો fMRI મારફતે બ્રેન સ્કેન કરવામાં આવ્યું. સૌથી વધુ લોકોએ અવાજની તુલના એક ચીસ સાથે કરી. 


સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર! સરકાર બનાવી રહી છે નવી ગાઈડલાઈન


ટીમે કહ્યું, 'અમે દર્શાવ્યું છે કે મોતની સીટીનો અવાજ મુખ્યત્વે અપ્રિય અને ડરામણો માનવામાં આવે છે. આ અવાજ કુદરતી અને કૃત્રિમ હાઈબ્રિડથી પૈદા થાય છે. સંશોધકોના મતે, કુદરતી અને કૃત્રિમનું આ વિચિત્ર મિશ્રણ મનને મૂંઝવે છે. તે નક્કી કરવામાં અસમર્થ છે કે તે જે જોઈ રહ્યો છે અને સાંભળી રહ્યો છે તે કુદરતી છે કે કૃત્રિમ. સંશોધનના પરિણામો Communications Psychology માં પ્રકાશિત થયા છે.