શું દુનિયામાં તબાહી મચશે? પ્રલયની માછલી તરફથી મળી રહ્યા છે સંકેત! શું સાચી પડશે બાબા વેંગાની ભવિષ્યવાણી
છેલ્લા કેટલાક વર્ષોથી ધરતી પર તબાહીની અનેકવાર અફવાઓ ઉડી છે, પરંતુ દર વખતે તે ખોટી સાબિત થાય છે. ભવિષ્યવાણી માટે જાણીતા ભવિષ્યવક્તા બાબા વેંગા અને નાસ્ત્રેદમસે પણ આવનારા વર્ષોમાં પ્રલયની વાત કરી છે. હવે એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.
Trending Photos
છેલ્લા કેટલાક વર્ષોથી ધરતી પર તબાહીની અનેકવાર અફવાઓ ઉડી છે, પરંતુ દર વખતે તે ખોટી સાબિત થાય છે. ભવિષ્યવાણી માટે જાણીતા ભવિષ્યવક્તા બાબા વેંગા અને નાસ્ત્રેદમસે પણ આવનારા વર્ષોમાં પ્રલયની વાત કરી છે. હવે એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. સાઉથ કેલિફોર્નિયાના એન્સીનિટાસ બીચ પર ત્રીજીવાર મરેલી ઓરફિશ માછલી મળી છે અને જાપાનની લોકકથાઓ મુજબ આ એક ખરાબ સંકેત માનવામાં આવે છે. જાપાનમાં આ માછલીને 'ડૂમ્સડે ફિશ' કે 'અંતિમ દિવસની માછલી' કહેવાય છે. હિન્દીમાં સમજીએ તો તેને પ્રલયની માછલી કહી શકાય.
સાઉથ કેલિફોર્નિયાના એન્સીનિટાસ બીચ પર એક મૃત ઓરફિશ મળવાથી રાજ્યમાં આ વખતે ત્રીજીવાર આ દુર્લભ માછલી દેખાવવાનો મામલો સામે આવ્યો છે. આ માછલી લગભગ 10 ફૂટ લાંબી હતી અને 6 નવેમ્બરે મળી આવી હતી. આ માછલીને સિપ્રિપ્સ ઈન્સ્ટીટ્યૂશન ઓફ ઓશનોગ્રાફીના પીએચડી ઉમેદવાર એલિસન લેફેરિયરે તટ પર આવતા જોઈ.
જો કે તે કેલિફોર્નિયામાં થોડા મહિનામાં દેખાનારી ફક્ત ત્રીજી માછલી છે, જાપાની લોકકથાઓ મુજબ આ એક ખરાબ સંકેત ગણવામાં આવે છે. જાપાનમાં તેને ડૂમ્સડે ફિશ કે પછી અંતિમ દિવસની માછલી પણ કહે છે અને તેને આવનારા ભૂકંપનો પૂર્વ સંકેત માનવામાં આવે છે. આ વિશ્વાસ 17મી સદીના જાપાન સાથે જોડાયેલો છે.
જાપાની લોકકથા મુજબ ઓરફિશ સમુદ્ર દેવતા યુર્ઝિનના સેવકોનું પ્રતિનિધિત્વ કરે છે. આથી તેને 'યુર્ગુનો ત્સુકાઈ' પણ કહે છે. જેનો અર્થ સમુદ્ર દેવતાના મહેલનો સંદેશાવાહક થાય છે.
માછલી વિશે અનેક વાર્તાઓ પ્રચલિત
એલસ ઓબ્સ્કુરા મુજબ જાપાની પૌરાણિક કથાઓમાં ઊંડા સમુદ્રમાં ઓરફિશની ઉપસ્થિતિને ભૂકંપ અને સુનામીના અગ્રદૂત તરીકે દર્શાવવામાં આવી છે. ઓશન કન્ઝર્વેન્સી મુજબ માર્ચ 2011માં જાપાનમાં અત્યાર સુધીના સૌથી મોટા નોંધાયેલા ભૂકંપની બરાબર પહેલા 2010માં જાપાનના સમુદ્ર તટ પર ઓરફિશ જોવા મળી હતી.
નેચરલ વર્લ્ડ ફેક્ટ્સે ઓરફિશને જોકે પ્રલણની માછલી કહેવા અંગેની કહાની જાણીને તે ફગાવી દીધુ છે. ફેક્ટસનું કહેવું છે કે ભૂકંપ પહેલા થનારી ટેક્ટોનિક હલચલ પ્રજાતિઓને મારે છે. તેનાથી ભૂકંપ આવવાની બરાબર પહેલા તેઓ સમુદ્ર તટો પર આવી જાય છે. જિયોસાયન્સ મુજબ 2019ના એક અભ્યાસમાં જાપાનમાં ઓરફિશ જોવ મળવાની અને ભૂકંપની ઘટનાઓ અંગે કોઈ સંબંધ મળ્યો નહતો.
દુર્લભ છે ઓરફિશ
ઓરફિશ એક દુર્લભ માછલી છે અને પોતાના આકારના કારણે લોકોનું ધ્યાન ખેચે છે. આ માછલી સામાન્ય રીતે 12 ફૂટ લાંબી હોય છે અને અનેકવાર તે 30 ફૂટલાંબી પણ હોય છે. તે સરળતાથી જોવા મળતી નથી. અનેક વર્ષોમાં એકવાર દેખાઈ જાય છે. તેનું એક કારણ એ પણ છે કે આ માછલીની જાતિ ઊંડા સમુદ્રમાં હોય છે. તે ફક્ત ત્યારે જ સપાટી પર જોવા મળે જ્યારે રસ્તો ભટકી જાય. કિનારે આવ્યા બાદ તેમનું મોત થઈ જાય છે.
કેવી રીતે થયું મોત
એ સ્પષ્ટ નથી કે ઓરફિશ એન્સીનિટાસના તટ પર તણાઈને કેવી રીતે આવી ગઈ પરંતુ તેનું પોસ્ટમોર્ટમ થશે જેથી કરીને તેના મોતનું કારણ જાણી શકાય. ત્યારબાદ આ માછલીને ભવિષ્યમાં સ્ટડી માટે સિપ્રિપ્સના સમુદ્રી કશેરૂક સંગ્રહમાં સંરક્ષિત કરાશે. જે દુનિયામાં ઊંડા સમુદ્રની માછલીઓનો સૌથી મોટો સંગ્રહ છે.
સિપ્રિપ્સના માછલી વિશેષજ્ઞ બેન ફ્રેબલે સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં કહ્યું કે અમે નમૂના લીધા અને તેને જમા કરી દીધા. જેથી કરીને આગળની તપાસ માટે સંરક્ષિત કરી શકાય. આ માછલીના નમૂનાથી આપણને ઓરફિશની જૈવિકી, શારીરિક સંરચના, જીનોમિક્સ અને જીવન ઈતિહાસ વિશે ઘણું જાણવા મળશે.
અગાઉ ક્યારે જોવા મળ્યા હતા કેસ
ઓગસ્ટમાં એક 12 ફૂટ લાંબી ઓરફિશને લા જોલા કોવ, સાન ડિયાગોમાં કયાકિંગ અને સ્નોર્કલિંગ કરતા એક સમૂહે જોઈ હતી. ત્યારબાદ સપ્ટેમ્બરમાં ઓરેન્જ કાઉન્ટીના હેન્ટિંગટન બીચ પર એક વધુ મૃત ઓરફિશ મળી આવી. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ઓરફિશ ઊંડા સમુદ્રની માછલીઓ છે અને તેની સંખ્યા ખુબ ઓછી છે. છેલ્લા 100 વર્ષોમાં ફક્ત 25 ઓરફિશ જ સાઉથ કેલિફોર્નિયાના પાણીમાં જોવા મળી છે.
શું કહેવું છે વૈજ્ઞાનિકોનું?
વૈજ્ઞાનિકો એવું અનુમાન નથી લગાવી શકતા કે શું છેલ્લા કેટલાક મહિનાઓમાં ત્રણ ઓરફિશ તટ પર પહોંચી છે. જો કે તેમણે કહ્યું કે દરેક નમૂનો આ પ્રજાતિ વિશે વધુ જાણકારી મેળવવાનો એક અદ્વિતિય અવસર આપે છે. સિપ્રિપ્સના વિશેષજ્ઞ બેન ફ્રેબલના જણાવ્યાં મુજબ ઓરફિશના તટ પર વહીને આવવાના કારણે સમુદ્રની સ્થિતિમાં ફેરફાર હોઈ શકે છે. જેમાં અલ નિનો અને લા નીનો જેવી જળવાયુ સ્થિતિઓનો પ્રભાવ સામેલ છે. તેમણે કહ્યું કે એવું હોઈ શકે કે સમુદ્રની સ્થિતિમાં ફેરફાર અને આપણા તટ પાસે ઓરફિશની સંખ્યામાં વધારો થયો હોય, જેના કારણે આ ઊંડા સમુદ્રની માછલીઓ બીચ પર આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે