આકાશમાં ફૂડ પેકેજ લઈને જતા ડિલીવરી ડ્રોન પર કાગડાએ કર્યો હુમલો! દુનિયાભરમાં વાયરલ થઈ ગયો Video!
સોશિયલ મીડિયામાં આજ કાલ એક વીડિયો ખુબ જ વાયરલ થયો છે. જેમા એક કાગડો ડિલિવરી ડ્રોન પર હુમલો કરે છે. જેના પછી લોકો હેરાન અને યુઝર્સ પોતાનું રિએક્શન આપતા જઈ રહ્યાં છે. ડ્રોનનું ચલણ દુનિયાભરમાં વધી રહ્યું છે. શૂટિંગથી લઈને સુરક્ષા સુધી બધી જ જગ્યા પર ડ્રોનનો ઉપયોગ થાય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ સોશિયલ મીડિયામાં આજ કાલ એક વીડિયો ખુબ જ વાયરલ થયો છે. જેમા એક કાગડો ડિલિવરી ડ્રોન પર હુમલો કરે છે. જેના પછી લોકો હેરાન અને યુઝર્સ પોતાનું રિએક્શન આપતા જઈ રહ્યાં છે. ડ્રોનનું ચલણ દુનિયાભરમાં વધી રહ્યું છે. શૂટિંગથી લઈને સુરક્ષા સુધી બધી જ જગ્યા પર ડ્રોનનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે ડ્રોનને પક્ષીઓ માટે અસુરક્ષિત માનવામાં આવે છે. નિષ્ણાતો અનુસાર ડ્રોનના અવાજથી અને ડ્રોનના પાંખિયાથી પક્ષીઓ ડરી જાય છે. હાલમાં જ કઈક આવી જ ઘટના સામે આવી છે.
Best Interest Rates on Savings Account: આ 5 બેન્કના સેવિંગ્સ અકાઉન્ટ પર મળી રહ્યું છે 7 ટકા સુધીનું વ્યાજ!
CNG Car ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો આ 5 ગાડીઓ છે શ્રેષ્ઠ વિકલ્પ
કાગડો ડ્રોન પર તેની ચાંચથી વારંવાર હુમલો કરી રહ્યો હતો. જો કે, જ્યારે તેને સમજાયું કે ડ્રોનને તેના હુમલાથી કઈ ફરક નથી પડતો, ત્યારે તે ત્યાંથી ઉડી ગયો. આ દરમિયાન હાજર વ્યક્તિ આ ક્ષણને પોતાના મોબાઇલમાં કેદ કરવામાં સફળ રહ્યાં. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, 'આ પ્રકારની સેવા શરૂ કરતા પહેલા આપણે આવા પરિણામ માટે તૈયાર રહેવું જોઈએ.' આ વીડિયોનું કેપ્શન આપતી વખતે અન્ય એક યુઝરે લખ્યું, 'CROW VS DROWN.' આ અંગે પોતાનો ઘણા લોકોએ પ્રતિભાવ નોંધાવ્યો. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે 'વિંગ' સાથે ભાગીદારીમાં, ગૂગલે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં એર ડિલિવરી સેવા શરૂ કરી છે. જેમાં ડ્રોન ડિલિવરીમાં કોફી, ખોરાક, દવા અને હાર્ડવેર વસ્તુઓ સામેલ છે.
દેશના સૌથી શ્રીમંત માણસને હતી શરીરની ભૂખ, રોજ 'ગંદા' ફોટા જોઈને શોખ પુરો કરતો હતો નિઝામ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube