દેશના સૌથી શ્રીમંત માણસને હતી શરીરની ભૂખ, રોજ 'ગંદા' ફોટા જોઈને શોખ પુરો કરતો હતો નિઝામ!
શ્રીમંતોના શોખ પણ ઊંચા હોય એવું તો સાંભળ્યું હશે. પાણીની જેમ શ્રમંતો પોતાના શોખ પુરા કરવા પૈસા વહેવડાવતા હોય છે પરંતુ એક ધનાધ્ય નિઝામને એવો શોખ હતો જે સાંભળીને દરેક લોકો અચંભામાં મૂકાય છે. રાજાઓ અને નિઝામોને મોટા ભાગે સારી ઓલાદના અશ્વો, ધનથી ભરેલા ભંડાર અને દુનિયાની સૌથી અનોખી વસ્તુઓના શોખ જોવા મળતા હોય છે.
Trending Photos
નવી દિલ્હી: શ્રીમંતોના શોખ પણ ઊંચા હોય એવું તો સાંભળ્યું હશે. પાણીની જેમ શ્રીમંતો પોતાના શોખ પુરા કરવા પૈસા વહેવડાવતા હોય છે પરંતુ એક ધનાધ્ય નિઝામને એવો શોખ હતો જે સાંભળીને દરેક લોકો અચંભામાં મૂકાય છે. રાજાઓ અને નિઝામોને મોટા ભાગે સારી ઓલાદના અશ્વો, ધનથી ભરેલા ભંડાર અને દુનિયાની સૌથી અનોખી વસ્તુઓના શોખ જોવા મળતા હોય છે. પરંતુ હૈદરાબાદના અને ભારતના સૌથી અમીર નિઝામને હતો અજીબો ગરીબ શોખ. જેથી દુનિયામાં સૌથી વધુ અશ્લિલ ફોટા આ નિઝામ પાસે હતા. કોણ છે આ નિઝામ આવો જાણીએ...
15 ઓગસ્ટ 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારે સૌથી અમીર લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં હૈદરાબાદના નિઝામ મીર ઉસ્માન અલી ખાનના નામનો સમવાશે હતો. એટલું જ નહીં પણ દુનિયાના સૌથી અમીર રાજાઓમાંથી એક હતો. પરંતુ માત્ર સંપતી જ નહીં પણ નિઝામ મીર ઉસ્માન અલી પાસે ભારતમાં સૌથી મૌટું અશ્લિલ ફોટાનો સંગ્રહ પણ હતો.
નિઝામ પાસે હતા સૌથી વધુ અશ્લિલ ફોટા:
ભારતની આઝાદીની સચ્ચાઈને શબ્દોનું રૂપ આપનાર લેખક ડોમિનિક લેપેર અને લેરી કોલિન્સે તેમના પુસ્તક 'ફ્રીડમ એટ મિડનાઇટ' માં આ વાતનો ખુલાસો કર્યો છે. આ પુસ્તકના દાવા મુજબ નિઝામ મીર ઉસ્માન અલી ફોટોગ્રાફી અને અશ્લિલ ફોટાઓના શોખીન હતા. તેમની સ્ત્રીભૂખ ભારે હતી. તેમણે જીવનકાળમાં 86 મહિલાઓ સાથે શારીરીક સંબંધથી 100 બાળકા પિતા બન્યા.
ગેસ્ટ બાથરૂમમાં લગાવ્યો હતો કેમેરો:
નિઝામ મીર ઉસ્માન અલી એલટા અમીર હતા કે તેમના ખજાના સોના-ચાંદીના દાગીના સહીત હીરા મોતીઓથી ભરેલા રહેતા હતા. પરંતુ નિઝામના અશ્લિલ ફોટાના શોખથી ગેસ્ટ પણ બચી શકતા નહોંતા. પુસ્તકમાં કરાયેલા દાવા મુજબ નિઝામ ગેસ્ટ બાથરૂમના અરીસા પાછલ કેમરો છૂપાવ્યો હતો. જેનાથી દેશની જાણીની વ્યક્તિઓની અશ્લિલ ફોટો ખેંચવામાં આવી હતી.
ઊંચે લોગો કી ઊંચી પસંદ:
નિઝામ મીર ઉસ્માન અલી તેમના એક મહેલમાં જ 12 હજાર જેટલા લોકોને નોકરીએ રાખ્યા હતા. એટલું જ નહીં પણ પોતાની સુરક્ષા માટે 3 હજાર નોર્થ આફ્રિકનોનું અંગત લશ્કર રાખ્યું હતું. તો 38 લોકોને તો પેલેસના ઝુમ્મરોની ધૂળ સાફ કરવા માટે જ નોકરીએ રાખ્યા હતા. જ્યારે પાણી લાવવા અને અખરોટ તોડવા માટે પણ અલગ અલગ નોકરો રાખ્યા હતા.
મળવા માટે આપવી પડતી હતી સોના-ચાંદીની ભેટ:
નિઝામ મીર ઉસ્માન અલી સતત હુમલાના ડરમાં જીવતો હતો. જેથી તેની સુરક્ષા પણ ચાંપતી રાખવામાં આવી હતી. જો નિઝામ સાથે કોઈએ મુલાકાત કરવી હોય તો સોના કે ચાંદીના સિક્કા સ્વરૂપે ખાસ ભેટ લઈ જવી પડતી હતી. નિઝામ વર્ષમાં ચાર વખત ભવ્ય કાર્યક્રમો ગોઠવતો હતો. જેમાં હજારોની સંખ્યામાં ધનવાનોને બોલાવતો હતો. તો આ કાર્યક્રમ આવનાર તમામ ધનીકો પાસેથી સોના-ચાંદીના સિક્કા નિઝામ મેળવતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે