ઝી મીડિયા/બ્યૂરો :રશિયાની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે યુક્રેનમા સાયબર એટેક થયો છે. મંગળવારે દેશની સરકારી સાઈટ અને મુખ્ય બેંકોને નિશાન બનાવવામાં આવી છે. આ હુમલાથી દેશની વધુ એક ચિંતા વધી ગઈ છે. કેમ કે, આ બેંકોમા ઢગલાબંધ રૂપિયા જમા છે. સાયબર એટેક બાદ ઓનલાઈન રૂપિયાની ચૂકવણી થંભી ગઈ છે. તો સરકારે લોકોને આશ્વાસન આપ્યુ કે, તેમના રૂપિયા સુરક્ષિત છે. સાથે જ તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, આ હુમલાના પાછળ રશિયાનો હાથ હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયાએ કહી આ વાત
યુક્રેનના અધિકારીઓએ જણાવ્યુ કે, સાયબર એટેક યુક્રેનને નિશાન બનાવનારા અનેક હેકિંગ ઓપરેશનમાથી એક છે. આ હુમલો ત્યારે થયો, જ્યારે રશિયાએ પોતાના પાડોશી દેશ પર આક્રમણની તૈયારીઓ કરી લીધી છે. જોકે, રશિયાએ મંગળવારે કહ્યુ કે, તે આક્રમણ નહિ કરે, અને પોતાના સૈનિકોને પાછળ હટાવી રહ્યુ છે. પરંતુ અનેક દેશોએ આ મામલે પુરાવા માંગ્યા છે કે સાચે જ સૈન્ય પાછળ હટી રહ્યુ છે. 


આ પણ વાંચો : અમેરિકાની ધમકીથી ઢીલુ પડ્યુ રશિયા, યુક્રેન સરહદ પર તૈનાત સેનાની ટુકડીઓ પરત બોલાવી


2 સરકારી બેંક નિશાન બની
અધિકારીક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સાયબર એટેકને કારણે ઓછામાં ઓછા 10 યુક્રેની વેબસાઈટે કામ કરવાનુ બંધ કરી દીધુ છે. તેમાં રક્ષા મંત્રાલય, વિદેશ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય અને યુક્રેનની બે સૌથી મોટી સરકારી બેંક સામેલ છે. દેશમાં સૌથી મોટા રાજ્યાના સ્વામીત્વવાળી બેંક પ્રેવેન્ટ બેંક અને રાજ્યના સ્વામીત્વવાળી Sberbank પર પણ સાયબર એટેક થયો છે. કેમ કે, આ બેંકોના કસ્ટમર કેરમા ફરિયાદો મળી રહી છે કે, બેંકની એપએ કામ કરવાનુ બંધ કરી દીધુ છે. સાથે જ ઓનલાઈન વળતર પણ થંભી ગયુ છે. 


આ પણ વાંચો : ફરીદાબાદના યુવકને શૂરાતન ચઢ્યુ, 12 મા માળની બાલ્કનીમાંથી લટકીને કસરત કરી


સરકારે આપ્યુ આશ્વાસન, રૂપિયા સુરક્ષિત છે
યુક્રેનના સૂચના મંત્રાલયે લોકોને માહિતી આપી કે, જમાકર્તાઓને કોઈ ખતરો નથી. તેમના રૂપિયા સુરક્ષિત છે. મંત્રાલયે ખાતરી આપી કે, ભલે રશિયા પાછળ હટી ગયુ હોય, પરંતુ શક્ય છે કે તેના સાથે જોડાયેલ હુમલાને અંજામ આપવામા આવી રહ્યુ છે. કેમ કે, રશિયાની આક્રમક યોજનાઓ પૂરી રીતે કામ નથી કરી રહી.