Cyclone Biparjoy: ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. ડરામણી સ્થિતિ બનેલી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. વિઝિબિલિટી પણ લગભગ શૂન્ય જેવી જોવા મળી રહી છે. સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠી રહી છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં થી પણ અરબ સાગરમાં ઉઠેલા આ વાવાઝોડા અંગે વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે વાવાઝોડું કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં મુજબ હાલ ચક્રવાત જખૌ બંદરથી 280 કિમી દૂર છે. જ્યારે 15 જૂન સાંજ સુધીમાં તે ત્યાંથી પસાર થઈ શકે છે. ગુજરાતના માથે ચક્રવાત બિપરજોયનું કેટલું ગંભીર જોખમ છે તે તમે આ વીડિયોમાં પણ જોઈ શકો છો. 


UAE ના અંતરિક્ષયાત્રી સુલ્તાન અલ નેયાદી (Sultan Al Neyadi) એ સ્પેસમાંથી અરબ સાગરમાં ઉદભવેલા વાવાઝોડાનો એક વીડિયો શેર કર્યો છે જે જોઈને ભલભલાના રૂવાંડા ઊભા થઈ જશે. વીડિયો તેમણે તેમના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે. આ સાથે તેમણે બધાને સુરક્ષિત રહેવાની અપીલ પણ કરી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube