Dangerous creatures: સંશોધકો આ તમામ સવાલના જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સંશોધકોની એક ટીમ નોર્થ ડાકોટા અને કેનેડા વચ્ચેના 5.18 લાખ ચોરસ કિલોમીટરના બેકેને ફોર્મેશન નામના વિસ્તારની તપાસ કરી. આ જગ્યાએ તેને બ્લેક શેલ મળી. વાસ્તવમાં બક્કન ફોર્મેશન એ અમેરિકાનો સૌથી મોટો કુદરતી ગેસ અને તેલનો ખજાનો છે. પરંતુ સંશોધકો દ્વારા બ્લેક શેલ પર કરવામાં આવેલા સંશોધનમાં એક ડરામણો ખુલાસો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઈવ સાયન્સે જાહેર કર્યો એક અહેવાલ
સંશોધનમાં સામે આવ્યું છે કે દરિયામાં પાણીનું સ્તર વધવાથી ઓક્સિજનનું સ્તર અનેક ગણું ઘટી ગયું છે. આ સાથે હાઈડ્રોજન સલ્ફાઈડના પ્રસારમાં વધારો જોવા મળ્યો છે.. સંશોધકોએ જણાવ્યું કે આ કારણોસર ડેવોનિયન સમયગાળા દરમિયાન 41.9 મિલિયન વર્ષોથી 35.89 મિલિયન વર્ષો સુધી વિશ્વના વિવિધ ખૂણામાં સામૂહિક વિનાશની પ્રક્રિયા ચાલુ રહી. ડેવોનિયન સમયગાળાને માછલીઓનો યુગ પણ કહેવામાં આવે છે. જ્યારે સેવાળ દરિયાના તટ પર સડવા લાગે છે ત્યારે હાઈડ્રોજન સલ્ફાઈજ બને છે. આના કારણે દરિયામાં ઓક્સિજનના સ્તરમાં ઝડપી ફેરફાર થાય છે  અને તે ઝડપીથી ઘટે છે. આ સંશોધનના સહ- લેખક અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ભૂસ્તરશાસ્ત્રી એલન જે. કૌફમેને જણાવ્યું કે આ પહેલા પણ હાઇડ્રોજન સલ્ફાઇડના ફેલાવાને કારણે મોટા પાયે વિનાશ થયો છે. પરંતુ તેની અસરો અંગે હજુ સુધી સંશોધન કરવામાં આવ્યું નથી.


આ પણ વાંચો
કોહલીની સ્પેશિયલ ક્લબમાં જાડેજા પણ સામેલ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કર્યું આ મોટું કારનામુ
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો મોટો નિર્ણય
ત્રણ ગ્રહનો મહાસંગમ બદલી દેશે મીન સહિત આ 3 રાશિના લોકોનું નસીબ, થશે આકસ્મિક ધન લાભ


પાંચ મોટા સામૂહિક તત્વો થયા લુપ્ત
સંશોધનના અનુસાર ડેવોનિયન કાળમાં એવી માછલીઓ હતી જેમના જડબાં નહોતા. આને પ્લેકોડર્મ્સ કહેવાતા. આ માછલીઓ ખાસ કરીને ગોંડવાના અને યુરામેરિકામાં વ્યાપક હતી. તે સમય દરમિયાન દરિયામાં ઘણા બધા ટ્રાઇલોબાઇટ અને એમોનાઇટ પણ હતા. જમીન પર ફર્ન જેવા છોડ પણ હતા. આ ડેવોનિયન સમયગાળામાં પાંચ મોટા સામૂહિક લુપ્તતા જોવા મળ્યા, જેનું કારણ આ હતું.


દરિયામાંથી ખતરનાક જીવો માણસોનો શિકાર કરવા બહાર આવશે
સંશોધકોએ તેમના સંશોધનમાં ડરામણા ખુલાસા કર્યા છે અને ચેતવણી આપી છે કે જે રીતે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. આ હિસાબે આગામી મોટી આફત દરિયામાંથી જ આવશે. એટલે કે હવે પછીની આપત્તિ માણસોના કારણે આવવાની છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે સમુદ્રનું જળસ્તર વધતું જશે અને અહીં ઓક્સિજનની કમી રહેશે. આ સાથે હાઇડ્રોજન સલ્ફાઇડનું પ્રમાણ પણ વધતું જશે. દરિયામાંથી દરિયાઈ જીવો નીકળશે અને માનવ વસાહતોને પકડીને તેનો શિકાર કરશે. આ પછી ધીમે ધીમે નવા જીવો જન્મશે અને પછી નવા પ્રાણીઓની સાથે નવા વૃક્ષો અને છોડ પણ આવશે.


આ પણ વાંચો
Ind vs Aus 1st ODI: વાનખેડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ભવ્ય વિજય, રાહુલે રંગ રાખ્યો
કાશ્મીરમાં 'કળા' કરી આવ્યો અમદાવાદનો 'નટવરલાલ', અનેક રાજનેતાઓને બનાવ્યા ઉલ્લું!

આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારો માટે છે આફતના સંકેત, આ જિલ્લાવાળા રહેજો સાવધાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube