BIG BREAKING: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ, ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો મોટો નિર્ણય

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવું એ માત્ર પ્રારંભિક પગલું છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો નિર્ણય એ રશિયાના આક્રમણ સામે ન્યાય પુનઃસ્થાપિત કરવાની દિશામાં પ્રથમ પગલું છે.

BIG BREAKING: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ, ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો મોટો નિર્ણય

ઝી ન્યૂઝ/નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ એટલે કે ICCના ન્યાયાધીશોએ યુક્રેનના મામલામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ મામલમાં જણાવ્યું છે કે પુતિન વિરુદ્ધ ICCનું વોરંટ માત્ર શરૂઆત છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ ICCના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે શુક્રવારે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવું એ માત્ર પ્રારંભિક પગલું છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો નિર્ણય એ રશિયાના આક્રમણ સામે ન્યાય પુનઃસ્થાપિત કરવાની દિશામાં પ્રથમ પગલું છે.

— Press Trust of India (@PTI_News) March 17, 2023

ઘરેલુ મોરચે ઘેરાયેલા છે રાષ્ટ્રપતિ પુતિન
પુતિનની સેના જ્યારે યુક્રેન પહોંચી ત્યારે સૌએ અનુમાન લગાવ્યું હતું કે યુક્રેન ટૂંક સમયમાં રશિયા સમક્ષ ઘૂંટણિયે પડશે. જો કે હજુ સુધી આવું થતું જોવા મળ્યું નથી. તેનાથી વિપરિત, યુક્રેન નિશ્ચિતપણે રણમેદાને છે. આવી સ્થિતિમાં હવે રશિયા અને પુતિન પર સવાલો ઉઠી રહ્યા છે.

ઘણા નિષ્ણાતો રશિયાનું વિઘટન અને પુતિનના પતનનો અંદાજ લગાવી રહ્યા છે. ભૂતપૂર્વ રશિયન રાજદ્વારી બોરિસ બોન્ડારેવે જણાવ્યું હતું કે જો પુતિન પોતાની શરતો પર આ યુદ્ધ જીતવામાં સફળ નહીં થાય તો તેમને પદ છોડવાની ફરજ પડી શકે છે.

કોઈ સુપરહીરો નથી પુતિન - ભૂતપૂર્વ રાજદ્વારી
ગયા વર્ષે યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ બોન્દારેવે જાહેરમાં રાજીનામું આપ્યું હતું. તે જીનીવામાં રશિયાના રાજદ્વારી મિશનમાં શસ્ત્ર નિયંત્રણ નિષ્ણાત તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે પુતિન કોઈ સુપરહીરો નથી. તેમની પાસે કોઈ મહાસત્તા નથી. તે એક સરળ સરમુખત્યાર છે, જેને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news