નવી દિલ્હી: દુનિયાભરના લોકો હાલ કોરોના વાયરસનો માર ઝેલી રહ્યા છે. આ જંગને જીતવા માટે દરેક જણ કોવિડ 19ની રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ બધા વચ્ચે એક નવા અભ્યાસમાં કહેવાયું છે કે જે લોકો આ જીવલેણ વાયરસથી સુરક્ષિત રહેવા માંગતા હોય તેઓ કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ તેનાથી બચી શકે છે. આ માટે તમારે તમારા ડાયેટમાં 3-4 વસ્તુઓ ઉમેરવાની છે. હકીકતમાં હાલમાં જ થયેલા એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે ગ્રીન ટી, ડાર્ક ચોકલેટ અને દ્રાક્ષથી કોવિડ-19 થી રક્ષણ આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની રસી પર UKથી આવ્યા અત્યંત સારા સમાચાર, જલદી શરૂ થશે રસીકરણ!


MPro એન્ઝાઈમથી  ફેલાય છે કોવિડ-19
અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ગ્રીન ટી, દ્રાક્ષ, ડાર્ક ચોકલેટમાં રહેલા કેમિકલ કમ્પાઉન્ડ કોરોના ઈન્ઝાઈમના તે મેન પ્રોટીન (MPro) ને બ્લોક કરી શકે છે જે નોવેલ કોરોના વાયરસ ફેલાવવા માટે કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે કોરોના વાયરસ પ્રોટીએઝ એન્ઝાઈમની મદદથી એકથી બીજા શરીરમાં સંક્રમણ ફેલાય છે. જો આ એન્ઝાઈમને રોકવામાં આવે તો શરીરમાં કોરોનાને પોતાની સંખ્યા વધારતા રોકી શકાય છે. આ પ્રકારના એન્ઝાઈમ દ્રાક્ષ, ગ્રીન ટી અને ચોકલેટમાં મળી આવે છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં આ દાવો કર્યો છે. 


શરીરને સ્વસ્થ્ય રાખવું છે તો ગરમ પાણીનું કરો સેવન, થશે આ ફાયદા


કોવિડ-19ની રોકથામ કરે છે phytonutrients
રિસર્ચ કરનારી અમેરિકાની નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચર ડી-યુ શીનું કહેવું છે કે આ દરમિયાન તેમને રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડાર્ક ચોકલેટ અને ગ્રીન ટી કોવિડ-19ને રોકવા માટે કારગર સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું કે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક ખાદ્ય અને પેય પદાર્થો જેમ કે ડાર્ક ચોકલેટ, ગ્રીન ટી અને દ્રાક્ષ ફાઈટોન્યૂટ્રિઅન્સ (phytonutrients) થી ભરપૂર રાસાયણિક યોગિક હોય છે. જે વાયરસમાં મુખ્ય એન્ઝાઈમ પ્રોટીઝ (protease)ના ફંકશનમાં વિધ્ન પેદા કરી શકે છે. ડાર્ક ચોકલેટ અને ગ્રીન ટીમાં રહેલા ફાઈટોન્યૂટ્રિઅન્ટ્સ વાયરસને એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં ટ્રાન્સફર કરતા રોકી શકે છે. 


ભારત માટે આ કોરોના રસી છે મહત્વની!, જાણો તેની ખાસિયતો અને કિંમત 


અભ્યાસમાં કોરોના એન્ઝાઈમ MPro પર છોડમાં મળી આવતા અલગ અલગ પ્રકારના કેમિકલનો પ્રભાવ જોવા મળ્યો. રિસર્ચર્સ દાવો કરે છે કે કોરોના MPro એન્ઝાઈમથી પોતાની સંખ્યા વધારે છે અને ત્યારબાદ અન્ય મનુષ્યના શરીરમાં પ્રવેશે છે. જો કે ગ્રીન ટી, દ્રાક્ષ અને ડાર્ક ચોકલેટથી આ મહામારીથી બચી શકાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube