વોશિંગટન: ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ ડેટા લીક મામલે અને 2016ની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપના મામલે અમેરિકી સંસદ સમક્ષ હાજર થઇને માફી માંગશે. ઝુકરબર્ગ સાંસદો સમક્ષ આજે અને કાલે હાજર થશે અને તેમની કંપનીમાં જનતાનો વિશ્વાસ ફરીથી સ્થાપવાનો પ્રયત્ન કરશે અને તે સંઘીય નિયામકોને ટાળવાનો પ્રયત્ન કરશે જે કેટલાક સાંસદોએ લભામણ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Whatsapp ની માફક Facebook માં પણ મળશે મેસેજ 'Delete' નું ઓપ્શન, આ હશે નામ


કેબ્રિંઝ એનાલિટિકા પર ગોપનીય રીતે 8.7 કરોડ યૂજર્સની અંગત જાણકારી એકઠી કરવાનો આરોપ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેમના પ્રચાર અભિયાન સાથે જોડાયેલી કંપની કેંબ્રિઝ એનાટિકા પર ગોપનીય રીતે 8.7 કરોડ યૂજર્સની અંગત જાણકારી એકઠઈ કરવાનો આરોપ છે. આ આરોપો બાદ ઝુકરબર્ગની કંપની વિવાદોના ઘેરામાં સદનની ઉર્જા અને વાણિજ્ય સમિતિ સમક્ષ આપવામાં આવેલી તેમની જુબાની રજૂ કરવામાં આવી છે જેને બુધવારે રજૂ કરવામાં આવશે. તેમાં ઝુકરબર્ગે 2016ની ચૂંટણી દરમિયાન પોતાના પ્લેટફોર્મ પરથી બનાવટી સમાચારો, નફરત ફેલાવનાર નિવેદનો, ડેટાની અંગતતાની ખોટ અને વિદેશી હસ્તક્ષેપને લઇને માફી માંગી છે. પ્રતિનિધિ સભાની એક પેનલ દ્વારા જાહેર કરેલી લેખિત ગવાહીમાં ઝુકરબર્ગે ડેટાને સુરક્ષિત રાખવા અને હેરફેર રોકવામાં સોશિયલ નેટવર્ક નિષ્ફળ રહ્યું હોવાની જવાબદારી લીધી છે.

15 દિવસમાં બદલી જશે Facebook, ઝુકરબર્ગે કરી મોટી જાહેરાત


આ એક મોટી ભૂલ છે- ઝુકરબર્ગ
તેમણે કહ્યું કે 'અમને એ અંદાજો ન થયો કે અમારી જવાબદારીઓ કેટલી મોટી છે અને આ એક મોટી ભૂલ છે. આ અમારી ભૂલ છે અને મને માફ કરી દો. ઝુકરબર્ગે કહ્યું મેં ફેસબુક શરૂ કર્યું, હું તેને ચલાવું છું અને જે પણ થયું તેના માટે હું જવાબદાર છું.


ઝુકરબર્ગે રાજીનામું આપવાની ના પાડી
ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે સોમવારે કંપનીની અંગત નીતિને લઇને ઉત્પન્ન થયેલા વિવાદ બાદ રાજીનામું આપવાની ના પાડી દીધી છે. તેમણે ભારત, પાકિસ્તાન અને અમેરિકામાં યોજાયેલી ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં એક સ્વતંત્ર તપાસ સમિતિની રચનાની જાહેરાત કરી. આ અઠવાડિયે કોંગ્રેસમાં પોતાની જુબાની પહેલાં ઝુકરબર્ગ સાંસદોને મળવા માટે અમેરિકાની રાજધાની પહોંચ્યા છે. 'એટલાંટિક મેગેજીન' સાથે ઇન્ટરવ્યૂંમાં ઝુકરબર્ગે રાજીનામાની સંભાવનાની મનાઇ કરી દીધી.

ફેસબુક બંધ થઇ જશે? આ છે સૌથી મોટું કારણ, માર્ક ઝુકરબર્ગ પણ પરેશાન


અમે આ સમસ્યામાંથી નિકળવા માટે સક્ષમ છીએ- માર્ક
તેમને પૂછવામાં આવ્યું કે શું તે રાજીનામાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે તો તેમને કહ્યું, નહી, મારો મતલબ છે- હું અલગથી પરોપકારના કામ પણ કરું છું, પર6તુ આ મુદ્દો ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું 'ફેસબુકને બનાવવામાં અમે ગત 14 વર્ષોમાં ઘણી કઠિન સમસ્યાઓને ઉકેલવાની દિશામાં કામ કર્યું છે. મારો અભિપ્રાય છે કે તેની શરૂઆત હોસ્ટેલના એક રૂમમાંથી થઇ હતી અને હવે આટલા મોટા સમુદાયનું રૂપ બની ચૂક્યો છે. હું સંપૂર્ણપણે આશ્વસ્ત છું કે અમે આ સમસ્યાઓને શોધવામાં સક્ષમ છીએ.


(ઇનપુટ એએફપીમાંથી)