તુર્કી: તુર્કીમાં વિનાશકારી ભૂકંપના કારણે ચારેબાજુ વિનાશ જ વિનાશ જોવા મળી રહ્યો છે. ચારેબાજુ કાટમાળ જ કાટમાળ અને લાશોના ઢગલા દ્રશ્યમાન થઈ રહ્યા છે. કુદરતી આફતમાં જમીનદોસ્ત મકાન થઈ જતાં લાખો લોકો બેઘર બની ગયા છે. મોટા સંકટમાં હજારો પરિવારના લોકો પોતાના સગાથી વિખૂટા પડી ગયા. અનેક બાળકો અનાથ બની ગયા. મૃતકોની સંખ્યા એટલી વધારે છે કે તેમને દફનાવવા માટે જગ્યા પણ ખૂટી પડી રહી છે. તુર્કીના મરાસમાં સામૂહિક કબ્રસ્તાનમાં એકસાથે 5000 લોકોને દફનાવવામાં આવ્યા. કબ્રસ્તાન પાસે હજુ પણ અનેક લાશ દફન કર્યા વિનાની પડી રહી છે. મોટી સંખ્યામાં લોકો દર્દનાક પરિસ્થિતિમાં અહીંયા પહોંચીને પોતાના મૃત પરિજનની ઓળખ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકસાથે 5000 લાશ દફનાવવામાં આવી:
તુર્કીના મરાસમાં સામૂહિક કબ્રસ્તાનમાં રવિવારે ઓછામાં ઓછા 5000 લોકોને દફનાવવામાં આવ્યા. ગયા અઠવાડિયે તુર્કીમાં આવેલા વિનાશકારી ભૂકંપ પછી કાટમાળમાંથી મળી આવેલ લાશને દફનાવવા માટે ચીડના જંગલનો એક મોટો ભાગ સામૂહિક કબર ખોદવા માટે સાફ કરવામાં આવ્યો હતો. સ્થાનિક પ્રશાસનની મદદથી અહીંયા આખો દિવસ મિનિટે મિનિટે લાશ આવી રહી છે. 


આ પણ વાંચો:
સૌરાષ્ટ્ર યુનિ. બની રાજકીય અખાડો! પ્રો. ગિરીશ ભીમાણી વિરુદ્ધ એવા આરોપો લાગ્યા કે...!
WPL 2023: 60 કરોડમાં 87 મહિલા ક્રિકેટર્સની ખરીદી, જુઓ કઈ ટીમમાં ક્યા-ક્યા ખેલાડી
રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણો શું છે કેસ


જંગલ કાપીને બનાવવામાં આવી કબર:
મોટી સંખ્યામાં મૃતકોના પરિજનો કબર પર નામ અને સંખ્યા શોધવા માટે દોડધામ કરી રહ્યા છે. કબર ખોદવા માટે મશીનને ચોવીસ કલાક કામ પર લગાડવામાં આવ્યા છે. તેની વચ્ચે કેટલાંક અસ્થાયી તંબુ બનાવવામાં આવ્યા છે. અને પરિવારોને દફનાવતાં પહેલાં પ્રાર્થના માટે મદદ કરવામાં આવી રહી છે. લાશને સામૂહિક રીતે દફનાવવા માટે એક મોટા વિસ્તારના જંગલને સાફ કરી નાંખવામાં આવ્યું. કેમકે મૃતકોની સંખ્યામાં પહેલાંથી વધારેની આશંકા હતી.



સતત વધી રહ્યો છે મૃતકોનો આંકડો:
તુર્કી અને સિરીયામાં વિનાશકારી ભૂકંપથી તબાહીની વચ્ચે મૃતકોનો આંકડો સતત વધી રહ્યો છે. બંને દેશમાં ભીષણ આફતથી મૃતકોની સંખ્યા 33,000ને પાર કરી ગઈ છે. જ્યારે 1 લાખથી વધારે લોકો ઈજાગ્રસ્ત છે. ભારત સહિત દુનિયાભરના અનેક દેશ રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. ભૂકંપ પીડિતને આશ્રય સ્થાનમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. અને જરૂરી સામાન પણ પહોંચાડી રહ્યો છે.


આ પણ વાંચો:
ઓ બાપ રે! હવે છોકરીઓ નહીં છોકરાઓ પણ નથી સુરક્ષિત, 5 છોકરાઓએ સગીર પર કર્યો રેપ
VIDEO: ટેરેસ પર છોકરી છોકરો કરી રહ્યા હતા આ કામ, મમ્મી એ આવીને ખેલ બગાડ્યો, પછી...'
પ્રેમ નહિ મળે અને મુસીબત ગળે પડશે! ઓનલાઈન ડેટિંગ કરતી વખતે આ 5 સ્કેમ્સને ટાળો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube