ઈસ્લામાબાદ: કોરોના સંકટ વચ્ચે પાકિસ્તાનમાં હાલ એક મોટું સેક્સ સ્કેન્ડલ ચર્ચામાં છે. જેમાં એક પૂર્વ પ્રધાનમંત્રી સહિત 3 મોટા નેતાઓ પર આરોપ લાગ્યા છે. ઈસ્લામાબાદમાં રહેતી અમેરિકી બ્લોગર સિન્થિયા રિચી (Cynthia Ritchie) નું કહેવું છે કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના 3 નેતાઓએ તેમનું શારીરિક શોષણ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિચીએ ફેસબુક લાઈવ સેશન દરમિયાન આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે 2011માં તત્કાલિન ગૃહ મંત્રી રહેમાન મલિક (Rehman Malik) બળાત્કાર કર્યો હતો. આ ઘટના ત્યારે ઘટી જ્યારે તેઓ મલિકના ઘરે હતાં અને તેમના ડ્રિન્કમાં નશીલો પદાર્થ ભેળવી દેવાયો હતો. 


મોટો ઘટસ્ફોટ: આ મહિલા સાથે સંબંધ બાંધવા માંગતા હતાં ઈમરાન ખાન 


તેમણે પૂર્વ પ્રધાનમંત્રી યુસુફ રઝા ગિલાની (Yousuf Raza Gilani) ઉપર પણ આરોપ લગાવ્યો. આ સાથે પૂર્વ ફેડરલ મંત્રી મખદૂમ શહાબુદ્દીન (Makhdoom Shahabuddin) પણ આવા જ આરોપોનો સામનો કરી રહ્યાં છે. રિચીનું કહેવું છે કે તેમનું શારીરિક શોષણ કરનારાઓમાં ફક્ત આ 3 નેતાઓ જ નહીં પરંતુ પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના કેટલાક નેતાઓ પણ સામેલ હતાં જેમણે તેમનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો. 


નવ વર્ષ બાદ આ ખુલાસો કેમ?
હવે સવાલ એ ઉઠે છે કે આખરે નવ વર્ષ જૂની ઘટના હવે કેમ બહાર આવી? સિન્થિયા રિચીએ તે વખતે આ બધા સામે અવાજ કેમ ન ઉઠાવ્યો? શું તેઓ કોઈ ખાસ સમયની રાહ જોઈ રહ્યાં હતાં? આ સમગ્ર મામલાની શરૂઆત એક રીતે મે મહિનાના અંતમાં થઈ. જ્યારે રિચીએ આરોપ લગાવ્યો કે પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભૂટ્ટોએ પોતાના ગાર્ડોને તેમના પતિ સાથે જે મહિલાઓના સંબંધ હતાં તેમના પર બળાત્કાર ગુજારવાના આદેશ આપ્યા હતાં. ત્યારબાદ PPPએ રિચી વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો અને એક અઠવાડિયા બાદ રિચીએ પીપીપી નેતાઓ પર મારપીટ અને બળાત્કારના આરોપો લગાવીને હડકંપ મચાવી દીધો. 


કોઈ દેશદ્રોહી કહી તો કોઈએ જાસૂસ
પાકિસ્તાનમાં અનેક લોકોએ અમેરિકી બ્લોગરના આ આરોપો પર સવાલો ઉઠાવતા કહ્યું કે તે સરકારની નીકટ છે અને ઈમરાન ખાન તેનો ઉપયોગ દેશના સ્વાસ્થ્ય અને આર્થિક સંકટથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે કરી રહ્યાં છે. કેટલાક લોકો એમ પણ સવાલ કરી રહ્યાં છે કે આખરે આટલું બધુ થવા છતાં તે આટલા વર્ષોથી પાકિસ્તાનમાં કેવી રીતે રહે છે? જ્યારે કેટલાક લોકોની નજરમાં તે CIAની જાસૂસ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube