INS વિક્રમાદિત્ય પર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કર્યું અનેક રાઉન્ડ ફાયરિંગ
તેજસ ફાઇટર પ્લેનની સવારી કર્યા બાદ હવે સંરક્ષણ મંત્રી મશીન ગન પણ ચલાવતા જોવા મળ્યા હતા
નવી દિલ્હી : તેજસ ફાઇટર પ્લેનની સવારી કર્યા બાદ હવે સંરક્ષણ મંત્રી મશીન ગન ચલાવતા જોવા મળ્યાં. આ સમયે સંરક્ષણ મંત્રી ગોવામાં આઇએનએસ વિક્રમાદિત્ય પર છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સંરક્ષણંત્રી મીડિયમ મશીન ગન ચલાવી રહ્યા છે. રાજનાથસિંહે રવિવારે સવારે સુરક્ષાકર્મચારીઓની સાથે યોગ પણ કર્યો. અહીં તેમણે કહ્યું હતું કે ભારત 26/11 હુમલાને ક્યારે પણ ભુલાવી શકાય નહી અને જે ચુક થઇ તે ફરી ક્યારે પણ દહરાવાશે નહી.
લો બોલો! પાકિસ્તાની PM ઇમરાને ભુત સાથે કર્યા છે લગ્ન? નથી દેખાતો પડછાયો
મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસનાં 51 ઉમેદવારોની પહેલી યાદી જાહેર થતા જ 6 MLAનો બળવો
સંરક્ષણ મંત્રીએ થોડા દિવસો પહેલા જ સ્વદેશી વિમાનમાં પણ ઉડ્યન કરી હતી. ત્યાર બાદ સંર7ણ મંત્રાલયનાં અધિકારીઓ સાથે તેમણે અનુભવ શેર કરતા કહ્યું કે, તેજસની સવારી અદ્ભુત હતી પરંતુ અડધા કલાકમાં તેમને સંતોષ થયો નહોતો. તેમણે કહ્યું કે, પડકારોનો સામનો કરવો તેમને સારુ લાગે છે.
એશ્વર્યા રાયે સસરાના ઘરે ખાવા પણ નહી મળતું હોવાનો લગાવ્યો આરોપ !
ટેલિફોન પર પ્રતિબંધ નહી, કાશ્મીરમાં 41 હજાર લોકોનાં મોત માનવાધિકારનું ઉલ્લંઘન
શનિવારે સંરક્ષણ મંત્રીએ સાયલેન્ટ કિલર કહેવાતી સ્કોર્પિયન ક્લાસની અત્યાધુનિક સબમરીન ખંડેરીને ભારતીય નૌસેનાને સોંપ્યું. સંરક્ષણ મંત્રીએ તેવી પણ આશંકા વ્યક્ત કરી કે આતંકવાદી સમુદ્રના રસ્તે હુમલો કરી શકે છે માટે સમુદ્રી શક્તિ વધારવાની જરૂર છે. આ સબમરીનને સોંપતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નૌસેના હથિયારો સમગ્ર ઉપયોગ કરશે અને સમુદ્રમાં રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરશે. આઇએનએસ ખંડેરી 45 દિવસ સુધી પાણીમાં રહી શકે છે અને કલાકમાં 35 કિલોમીટરનું અંતર નક્કી કરી શકે છે. ખુબ જ શાંત હોવાના કારણે સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે.