LAC પર તણાવ વચ્ચે ચીનના રક્ષામંત્રી સાથે રાજનાથ સિંહે કરી મુલાકાત, 2 કલાક 20 મિનિટ ચાલી બેઠક
રૂસની રાજધાની મોસ્કોમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીનના રક્ષામંત્રી વેઈ ફેંધે સાથે મુલાકાત કરી હતી. ચીનના રક્ષા મંત્રી ફેંધેએ રાજનાથ સિંહ પાસે મળવાનો સમય માગ્યો હતો. બંન્ને નેતાઓ આ સમયે શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠક માટે રૂસ પહોંચ્યા છે.
મોસ્કો/નવી દિલ્હીઃ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર જારી તણાવ વચ્ચે ભારત અને ચીન વચ્ચે મહત્વની બેઠક યોજાઇ છે. રૂસની રાજધાની મોસ્કોમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીનના રક્ષામંત્રી વેઈ ફેંધે સાથે મુલાકાત કરી હતી. ચીનના રક્ષા મંત્રી ફેંધેએ રાજનાથ સિંહ પાસે મળવાનો સમય માગ્યો હતો. બંન્ને નેતાઓ આ સમયે શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠક માટે રૂસ પહોંચ્યા છે. રાજનાથ સિંહ અને વેઈ ફેંધે વચ્ચે બેઠક 2 કલાક 20 મિનિટ સુધી ચાલી હતી.
મે મહિનાથી ચીન અને ભારતમાં તણાવ છે અને ત્યારથી અત્યાર સુધી સૈન્ય-કૂટનીતિક સ્તર પર ઘણા રાઉન્ડની વાત થઈ ચુકી છે. બંન્ને દેશોના રક્ષામંત્રીની આ મુલાકાત અત્યાર સુધીની સૌથી હાઈ લેવલ મુલાકાત રહી, જે તણાવ શરૂ થયા બાદ થઈ છે. રક્ષા સચિવ અજય કુમાર અને રૂસમાં ભારતના રાજદૂત ડીબી વેંકટેશ વર્મા મોસ્કોની એક મુખ્ય હોટલમાં થયેલી વાર્તામાં ભારતીય પ્રતિનિધિમંડળનમાં સામેલ રહ્યા હતા.
મહત્વનું છે કે જૂનમાં ગલવાન ઘાટીમાં જ્યારે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું, ત્યારબાદ પણ રાજનાથ સિંહ રૂસ પહોંચ્યા હતા. ત્યારે રૂસની વિક્ટ્રી પરેડનો જશ્ન મનાવવામાં આવી રહ્યો હતો. તે સમયે પણ ચીનના પ્રતિનિધિ ત્યાં હાજર હતા, પરંતુ રાજનાથ સિંહે ચીની અધિકારીઓ સાથે કોઈ બેઠક યોજી નહતી. ચીન તરફથી ત્યારે પણ એવી માગ કરવામાં આવી હતી.
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube