નવી દિલ્હી : ચીને લદ્દાખનાં કેટલાક વિસ્તારોમાંથી પોતાનાં સૈનિકોને પરત બોલાવી લીધા છે. ચીનની આ હૃદય પરિવર્તન આમેઆમ નથી થયું. ભારતની અચૂક રણનીતિએ તેને પોતાનાં પગલા પાછા ખેંચવા માટે મજબૂર કર્યા છે. સૌથી પહેલા તો ચીનને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેને ખબર પડી કે અચાનક સૈનિક વધારવાથી ભારત બિલ્કુલ પણ દબાણમાં નથી આવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકાનથી માંડીને બેંક બેલેન્સ સુધી તમામ સંપત્તી હાથીઓનાં નામે કરી, કોણ છે આ વ્યક્તિ

5 અને 6 મેના રોજ પૂર્વી લદ્દાખમાં થયેલા હિંસક ઘર્ષણ બાદ ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાનું લશ્કરી પ્રમાણ વધારવાનું ચાલુ કર્યું. તેને લાગ્યું કે, ખુબ જ ઝડપથી મોટા પ્રમાણમાં એલએસી તરફ આવતા ચીની સૈનિકોને જોઇને ભારતીય સૈનિકો આશ્ચર્ય ચકીત રહી જશે, દબાણમાં આવીને પાછળ હટી જશે. જો કે એવું થયું નહી અને ભારતે પણ તુરંત જ ચીનની તુલનાએ વધારે સૈનિકોને એલએસી તરફ મુવ કરી દીધા. સૈન્ય નિષ્ણાંત નિતિન ગોખલે દાવો ક્યો કે બંન્ને તરફના સૈનિકોએ કોઇ જ એલએસી ક્રોસ કરી નથી. 


કઇ રીતે યોજાશે સંસદનું ચોમાસુ સત્ર, ઉપરાષ્ટ્રપતિ અને લોકસક્ષાધ્યક્ષ વચ્ચે બેઠક

ગોખલે જણાવ્યું કે, 8 મેના રોજ જ્યારે પોતાનાં વિસ્તારમાં સૈનિકો અને યુદ્ધ સામગ્રીઓ જમાવડો શરૂ થયો તો રાષ્ટ્રયી સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનનાં ખાસ પ્રતિનિધિ યાંગ જીચી સાથે વાત કરી અને બંન્નેએ પોત પોતાના સૈનિકો અને વર્તનમાં નરમી લાવવા માટેના નિર્દેશ આપવા અંગે સંમતી વ્યક્ત કરી. ડોભાલનાં નિર્દેશ બાદ ભારતીય સૈનિકોનો જમાવડો ત્યા સુધી યથાવત્ત રહ્યો જ્યાં સુધી ફિંગર 4 અને ફિંગર 8 પાસે ચીની સૈનિકોની સંખ્યા ન વધવા લાગી.


અનેક સ્થળે નોકરી કરી કરોડો કમાનાર અનામિકા શુક્લા પોતે છે બેરોજગાર, ઠગે કરોડોની કમાણી કરી

ભારતે પોતાનાં સર્વેલાન્સ સિસ્ટ દ્વારા ગતિવિધિઓ પર નજર રાખી. ત્યારે માહિતી મળી કે 50-60નું પ્રમાણમાં ચીની સૈનિક પીપી 14 અને પીપી 15 પર પહોંચવા લાગ્યા તો ભારતે પણ 70-80 સૈનિકો ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા. આ પ્રકારે બીજા વિસ્તારમાં ચીનની બરાબરીના સૈનિક, યુદ્ધ સામગ્રી અને ભારે વાહનોને તહેનાત કરવામાં આવતા રહ્યા.


સૌથી સુંદર તળાવ આ પ્રકારે બની વિવાદનું મુળ, ચીનની લાલચ ફરી એકવાર સામે આવી

દબાણની રણનીતિ કામ ન આવી રહી હોવાનું લાગતા ચીને વાતચીત માટે આગળ આવ્યું. લોકલ લેવલ પર 12થી પણ વધારે મીટિંગ બાદ 6 જૂને જ્યારે લેફ્ટિનેંટ જનરલ લેવલની મીટિંગ થઇ તો ભારતે સ્પષ્ટ જણાવ્યું કે, બંન્ને દેશોએ પોતાનાં વિસ્તારમાં જે સૈનિકો, યુદ્ધ સામગ્રી અને વાહનો જમા કર્યા તેને હટાવવું પડશે. ભારતે કહ્યું કે, શરૂઆત ચીન દ્વારા કરવામાં આવી હતી માટે પાછુ હટવાની શરૂઆત પણ તેણે જ કરવી પડશે. 


કોરોનાના કેસમાં ભારતની સ્થિતિ બીજા ઘણા દેશો કરતાં સારી: ડો હર્ષવર્ધન

6 કલાકની મીટિંગમાં 5 મહત્વના મુદ્દાઓ પર વાતચીત
ગોખલે જણાવે છે કે, 6 જૂને ભારતીય સેનાની લેહ ખાતે 14મી કોર ના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ હરિંદર સિંહ અને સાઉથ ચિનચિયાન મિલિટ્રી ડિસ્ટ્રીક્ટનાં મેજર જનરલ લિયુ લિનનાં નેતૃત્વમાં બંન્ને દેશોનું પ્રતિનિધિ મંડળ ચીન ક્ષેત્ર મોલ્ડોમાં મળ્યું. 11.30 વાગ્યે ચાલુ થઇ વાતચીત છ કલાક સુધી ચાલી. ગોખલેના અનુસાર પહેલી અડધી કલાક સુધી સિંહ અને લિને વાતચીત કરી અને ફરીથી આગામી બે કલાક સુધી ડેલિગેશન લેવલ મીટિંગ થઇ જેમાં ભારત તરફથી 10-15 સૈન્ય અધિકારી હતા. એટલા જ પ્રમાણમાં સૈન્ય અધિકારી ચીન તરફથી પણ હતા. ફરી લોન્ચ થયું અને લંચ બાદ મીટિંગ થઇ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube