સૌથી સુંદર તળાવ આ પ્રકારે બન્યું વિવાદનું મૂળ, ચીનની લાલચ ફરી એકવાર સામે આવી

હાલના સમયે ભારત અને ચીનની વચ્ચે લદ્દાખમાં 14270 ફુટ ઉંચાઇ પર સ્થિતી 134 કિલોમીટર લાંબી પોગાંગ સરોવર સૌથી મોટો મુદ્દો બની ચુક્યો છે. સમાચારો અનુસાર ફિંગર 4 પર એક બીજાની સામે ઉભેલા સૈનિકો પોતાના સ્થળો પર પરત જશે. જો કે હાલ સૈનિક અને કૂટનીતિક ચર્ચાઓનાં અનેક દોર ચાલશે. પેંગાંગ વિસ્તારનો વિવાદ ખુબ જુનો છે અને ચીનની નીયતે તેને વધારે ગુંચળાદાર બનાવ્યું છે. સૌથી સુંદર સરોવર વિવાદનો મુદ્દો બનાવી દીધો છે અને સૌથી સુંદર સરોવરને વિવાદનો મુદ્દો બની ચુક્યો છે. 

સૌથી સુંદર તળાવ આ પ્રકારે બન્યું વિવાદનું મૂળ, ચીનની લાલચ ફરી એકવાર સામે આવી

નવી દિલ્હી : હાલના સમયે ભારત અને ચીનની વચ્ચે લદ્દાખમાં 14270 ફુટ ઉંચાઇ પર સ્થિતી 134 કિલોમીટર લાંબી પોગાંગ સરોવર સૌથી મોટો મુદ્દો બની ચુક્યો છે. સમાચારો અનુસાર ફિંગર 4 પર એક બીજાની સામે ઉભેલા સૈનિકો પોતાના સ્થળો પર પરત જશે. જો કે હાલ સૈનિક અને કૂટનીતિક ચર્ચાઓનાં અનેક દોર ચાલશે. પેંગાંગ વિસ્તારનો વિવાદ ખુબ જુનો છે અને ચીનની નીયતે તેને વધારે ગુંચળાદાર બનાવ્યું છે. સૌથી સુંદર સરોવર વિવાદનો મુદ્દો બનાવી દીધો છે અને સૌથી સુંદર સરોવરને વિવાદનો મુદ્દો બની ચુક્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ ઇન્ડિયાને 19મી સદીમાં રશિયાનાં જારથી ખતરો હતો અને કોઇ પણ પ્રકારે તિબેટ સુધી પહોંચ બનાવવા માંગતા તા. ચીનનાં ક્વિંગ સમ્રાટોની સાથે શીખ જનરલ જોરાવરસિંહે ઐતિહાસિક લડાઇ લડી અને સીમા માનસરોવરનાં રસ્તામાં મુખ્ય પડાવ તકલાકોટ સુધી પહોંચાડી. શહીદુલ્લામાં ચોકી હતી. જ્યાં ડોગરા અને શીખ સૈનિકો ફરજ પર રહેતા હતા. 1845માં શીખોને અંગ્રેજોએ હરાવ્યા, જમ્મુ રાજ્ય બન્યું અને લદ્દાખ તેનો હિસ્સો બની ગયું પરંતું અંગ્રેજોએ લદ્દાખ પર વર્ચસ્વ રાખ્યું. 1965માં સર્વે ઓફ ઇન્ડિયાનાં અધિકારી ડબલ્યુ એછ જોનસનાં એક સીમા નિર્ધારિત કરી જે લાંબા સમય સુધી માન્ય રહી. તેમાં કારાકોરમ અને પેંગાંગ સરોવરને કુદરતી સીમા માનતા લદ્દાખને તિબેટથી અલગ કરે છે. 

1911માં ચીનમાં ક્રાંતિ થઇ અને સન યાત સેનનાં નેતૃત્વમાં રિપબ્લિક ઓફ ચાઇના બ્ન્યું.  જોનસન લાઇન ચાલુ રહી એટલે સુધી કે, 1933નાં ચીનનાં જ મેપમાં લદ્દાખ અને તિબેટની સીમા યથાવત્ત રહી. એટલે કે અક્સાઇ ચિનનો અને પેંગાગ તળાવ બંન્ને ભારતમાં જ રહ્યા. સીમા વોટરશેડ સિદ્ધાંત અનુસાર શ્યોક નદી ઉપર રહી. પરંતુ 1951માં કમ્યુનિસ્ટ ચીને જે મેપ છાપ્યો તેમાં સીમા શ્યોકને પાર કરી ગઇ અને તે દક્ષિણમાં આવી તો પેંગાગનો મોટા ભાગનો હિસ્સો પણ ચીનમાં જતો રહ્યો. 

પેંગાંગમાં જુની સીમા સિરિજાપને પણ આગળ ચિપચાપ નીદ સુધી જતી હતી. 1962માં તેની સુરક્ષા 1-8 ગોરખાની એક કંપની કરી રહી હતી. જે ચીની હુમલામાં સંપુર્ણ ધ્વસ્ત થઇ ગઇ. તળાવના બીજા છેડે ઠાંકુંગથી બીજા સૈનિકોએ ચીની ટેન્કો અને ભારે હથિયારોથી ભારતીય સૈનિકોને સિરિજાપ, સિરિજાપ 1 અને સિરિજાપ 2માં લડતા લડતા વીરગતિ પામતા જોયા. કંપની કમાન્ડર મેજર ધનસિંહ થાપા સહિત તમામ સૈનિકોને ખેત રહેવાનાં સમાચાર મોકલી દેવાયા. જો કે મેજર થાપા જીવિત ચીનિઓનાં બંદી બન્યા અને ભારે અત્યાચારને સહન કરીને પરત ભારત ફર્યા અને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. ચીને પોતાની સીમા ત્યા સુધી વધારી દીધી જેને તેને પોતાનાં નવા 1951માં દરોડા મેપમાં દેખાડ્યા હતા. યુદ્ધ પુર્ણ થયા બાદ તેઓ પરત સિરિજાપ સુધી પરત ફર્યા પરંતુ દાવેદારી કરતું રહ્યું. 

સિરિજાપથી આગળ આ વિસ્તારમાં અનેક પહાડો તળાવો સુધી આવે છે જેમ કે કોઇ ફેલ થયેલા હાથની આંગળીઓ. એટલા માટે ભારતે તેને ફિંગર 1થી ચાલુ કરીને ફિંગર 8 સુધીનાં નામ આપ્યા. એટલે કે ફિંગર 1 ભારતની તરફથી સૌથી નજીક અને ફિંગર 8 સૌથી દુર 

ચીનની વધારેલી સીમા ફિંગર 2 સુધી આવે છે અને ભારત પોતાની સીમા એટલે કે ફિંગર 8 સુધીનો દાવો કરે છે. ભારતનાં માર્ગ નિર્માણ ફિંગર 3 સુધી પાક્કી બનેલી છે. ફિંગર 3થી 4 સુધી કાચો માર્ગ છે. ચીનનાં કારગિલમાં ફસાયેલા ભારતનો ફાયદો ઉઠાવીને ફિંગર 5 સુધી પાક્કો માર્ગ બનાવી લીધો છે. બંન્ને તરફ સૈનિકો પેટ્રોલિંગ કરી જાય છે આ વખતે ચીને ફિંગર 4 પર જ ભારતીય સૈનિકોને અટકાવવાનો પ્રયાસ કર્યો. અને વિવાદ થયો. મે 5-6ના રોજ આ સ્થળ બંન્ને દેશોના સૈનિકો વચ્ચે મારપીટ થઇ હતી. 

કૂટનીતિક ચર્ચાઓ વચ્ચે સૌથી મોટો વિવાદ પેંગાગ તળાવની ફિંગર 4 છે. ભારત જો ચીનને આગળ આવવા દે તો તે આટલે જ નહી અટકે ફરી એકવાર ફિંગર 2 સુધી આવશે એટલા માટે પાછળ હટવું શક્ય નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news