સંયુક્ત રાષ્ટ્રઃ વિશ્વભરમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ ફેલાવાને કારણે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અપીલ કીર છે કે જે લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા છે તે લોકો પણ માસ્ક પહેરવાનું છોડે નહીં. ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, ખતરનાક અને વધુ સંક્રામક ડેલ્ટા વેરિએન્ટને ફેલાતો રોકવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું. માસ્ક પહેરવું અને અન્ય સુરક્ષાના ઉપાયોને છોડવા નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારી મરિયાંગેલા સિમાઓએ કહ્યું કે, લોકોએ માત્ર સુરક્ષિત અનુભવ ન કરવો જોઈએ કે તેણે બન્ને ડોઝ લઈ લીધા છે. હજુ પણ તેણે વાયરસથી ખુદને બચાવવાની જરૂર છે. 


આ પણ વાંચોઃ સીક્રેટ અફેરના ખુલાસા પહેલાં જ ગાયબ થયા સ્વાસ્થ્ય મંત્રીની પ્રેમિકા


વિશ્વ આરોગ્ય સંસ્થાના હેડક્વાર્ટરમાં એક પ્રેસ બ્રીફિંગ દરિયાન સિમાઓએ કહ્યું- માત્ર વેક્સિન કમ્યુનિટી ટ્રાન્સમિશનને રોકી શકે નહીં. લોકોએ સતત માસ્ક પહેરવું જોઈએ, હવાવાળી જગ્યાએ રહેવું પડશે, ભીડથી બચવું પડશે અને હાથને સાફ રાખવા પડશે. આ બધુ ત્યારે પણ ખુબ જરૂરી છે જ્યારે તમે રસીના બન્ને ડોઝ લઈ લીધા છે. 


વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, રસી લીધેલા લોકોએ સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે કારણ કે ડેલ્ટા જેવો ખુબ સંક્રામક વેરિએન્ટ અનેક દેશોમાં ફેલાઇ રહ્યો છે અને વિશ્વના એક મોટા ભાગનું રસીકરણ હજુ બાકી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે આ અત્યાર સુધી આશરે 85 દેશોમાં ફેલાઇ ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube