Matt Hancock ની પ્રેમિકા Gina ને આવી ગયો હતો Secret Affair ના ખુલાસાનો અણસાર, કારમાં સામાન ભરી થઇ ગાયબ

જીના કોલાડાંગેલોને પોતાની કારમાં ક્યાંક જતાં જોવા મળી હતી. જોકે હજુ ખબર નથી પડી કે તે ક્યાં ગઇ છે અને ક્યારે પરત આવશે. 

Matt Hancock ની પ્રેમિકા Gina ને આવી ગયો હતો Secret Affair ના ખુલાસાનો અણસાર, કારમાં સામાન ભરી થઇ ગાયબ

લંડન: બ્રિટન (Britain) ના રાજકારણમાં અફેરના ખુલાસાને લીધે ભૂકંપ આવી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકોક (Matt Hancock) અને તેમની સહયોગી જીના કોલાડાંગેલો (Gina Coladangelo)ના ફોટા વાયરલ થયા બાદ બબાલ મચી ગઇ છે. આ દરમિયાન હૈનકોકની પ્રેમિકા ક્યાંક જતી રહી છે. અફેરના ખુલાસાના બરોબર પહેલાં જીના કોલાડાંગેલોને પોતાની કારમાં ક્યાંક જતાં જોવા મળી હતી. જોકે હજુ ખબર નથી પડી કે તે ક્યાં ગઇ છે અને ક્યારે પરત આવશે. 

Gina ને ખુલાસાનો આવી ગયો હતો અણસાર
'ધ સન'ના રિપોર્ટ અનુસાર જીના કોલાડાંગેલો (Gina Coladangelo) ને સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકોક (Matt Hancock) સાથે પોતાના અફેરના ખુલાસાની ભનક લાગી ગઇ હતી. એટલા માટે તે ક્યાંક જતી રહી હતી. તેમને છેલ્લીવાર પોતાની કારમાં સામાન રાખતાં જોવા મળી હતી. અત્રે નોંધનીય છે કે જીના સાથે તેમના પતિ પણ હાજર હતા, પરંતુ તે તેમની સાથે ગયા નથી. 43 વર્ષીય જીના જેટલો સામાન લઇને ગઇ છે, તેને જોતાં લાગતું નથી કે તે જલદી પરત આવવાના મૂડમાં છે. 

Husband એ Bag રાખવાની મદદ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જીના કોલાડાંગેલો પોતાના દક્ષિણ પશ્વિમ લંડન સ્થિત ઘરેથી ક્યાંક જતી રહી છે. જીનાના પતિ ઓલિવર ટ્રેસ (Oliver Tress) એ કારમાં સામાન રાખવામાં તેમની મદદ કરી, પરંતુ સાથે ન ગયા. તમને જણાવી દઇએ કે જીના ઓલિવર બોનાસમાં કમ્યુનિકેશન ડિરેક્ટર છે, જે ફેશન અને લાઇફસ્ટાઇલ સ્ટોર છે. તે લોબિંગ ફર્મ લૂથ પેંડ્રાગનમાં એક નિર્દેશ અને શેરધારક પણ છે. 

New Zealand ની વેબસાઇટે Virat Kohli સાથે કરી આ હરકત, જીતના જશ્નમાં તમામ હદો પાર
 
Kiss પર મચી છે બબાલ
42 વર્ષીય સ્વાસ્થ્ય મંત્રી હૈનકોક પોતાની સહયોગી જીના કોલાડાંગેલો Kiss કરતાં કેમેરામાં કેદ થઇ છે. આ ઘટના લંડનમાં સ્વાસ્થ્ય વિભાગના મુખ્યાલયમાં તેમના કાર્યાલયની બહાર થઇ. સીસીટીવી ફૂટેજમાં હૈનકોક પોતાની ઓફિસનીબહાર જીનાને કઇ રીતે જુએ છે અને આ ફોટા ગત મહિને 6 તારીખના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે એક વ્હિસલબ્લોઅરએ જણાવ્યું હતું કે બંને નિયમિત રૂપથી એક સાથે જોવા મળે છે. આ ખુલાસા બાદથી બ્રિટનમાં બબાલ મચી છે. સ્વાસ્થ મંત્રી અને તેમની સહયોગી બંને મૌન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news