વડોદરાઃ ગુજરાતના મહાનગરોમાં સ્વાસ્થ્યને લઈને અત્યાધુનિક હોસ્પિટલોનું નિર્માણ થયું છે. ખાનગી તો ઠીક પરંતુ સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે ઉમદા સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. પરંતુ, હોસ્પિટલની વાસ્તવિકતા જ્યારે સામે આવે છે ત્યારે આ તમામ દાવાઓ ખોટા સાબિત થાય છે.. આજે તમને વડોદરાની મેડિકલ કોલેજની એક એવી વાસ્તવિકતા જણાવીશું જેને જોઈને તમે પણ ચોંકી જશો.. જી હાં, વડોદરામાં મેડિકલ કોલેજની હોસ્ટેલ જ રોગચાળાના ભરડામાં આવી છે. જુઓ આ રિપોર્ટ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાં દ્રશ્યો સુરતની સ્મિમેર હોસ્પિટલના છે, જ્યાં લેક્ચર હોલમાં શ્વાન આંટાફેરા કરી રહ્યા છે અને બીજા દ્રશ્યો વડોદરાની પ્રખ્યાત મેડિકલ કોલેજના છે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય છે.. કહેવાનો હેતુ એ છેકે ગુજરાતના બે મોટા શહેરોના નામાંકિત હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.. 


વડોદરાની મેડિકલ કોલેજની  હોસ્ટેલ જ રોગચાળાની ઝપેટમાં છે.. કોઠી રોડ પર આવેલી અંડર ગ્રેજ્યુએટ હોસ્ટેલમાં 10 તબીબી વિદ્યાર્થીઓ ડેન્ગ્યૂની ચપેટમાં આવ્યા છે.. એટલું જ નહીં 25થી વધુ વિદ્યાર્થીઓને તાવ અને ટાઈફોઈડ જેવી બીમારી છે.. હોસ્પિટલની હોસ્ટેલમાં જ બીમારીનો ભરડો હોવાનું જાણવા મળતા ZEE 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું.. 


આ પણ વાંચોઃ ગુજરાતનાં ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની ૨૬મી બેઠક યોજાઈ, આ મુદ્દે થઈ ચર્ચા


જ્યાં દર્દીઓની સારવાર કરવા માટે તબીબી પ્રશિક્ષણ આપવામાં આવે છે અને જ્યાં ભવિષ્યના તબીબોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેવી હોસ્ટેલમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. તંત્રની બેદરકારીના કારણે અવાર નવાર વડોદરા શહેરમાં તાવ અને ડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યા વધી હોવાનો આરોપ લાગ્યો છે.. 


હોસ્ટેલના સત્તાધિશો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છેકે, હોસ્ટેલમાં સાફ-સફાઈ સતત રાખવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ પણ છેકે જો સાફ સફાઈ રાખવામાં આવતી હોય તો ZEE 24 કલાકના કેમેરામાં આવા દ્રશ્યો કેદ ન થયા હોત.. હોસ્ટેલમાં સમયાંતરે દવાનો પણ છંટકાવ થતો નથી.. જેના કારણે પાણી ભરાઈ રહે છે અને પાણી ભરાવાના કારણે ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ વધે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube