ડેનમાર્કની સરકાર 10 લાખ મંગૂસોને મારશે, કોરોના સંક્રમણના કેસ વધ્યા બાદ લીધો નિર્ણય
ડેનમાર્કને બીજુ વુહાન બનતું અટકાવવા માટે ત્યાંની સરકારે મોટો નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે 10 લાખ મંગૂસોને મારી નાખવામાં આવશે.
ડેનમાર્કઃ ડેનમાર્કની સરકારે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે 10 લાખ મંગૂસને મારવાનો નિર્ણય લીધો છે. સરકારે દેશભરના ફાર્મ માલિકોને આ સિલસિલામાં આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ નિર્ણય જાનવરોમાં કોવિડ-19ના પ્રકોપના ખુલાસા બાદ લેવામાં આવ્યો છે.
ડેનમાર્કમાં કેમ મારી દેવામાં આવશે 10 લાખ મંગૂસ?
અમેરિકાના કૃષિ વિભાગે ડેનમાર્કના ઉત્તરી જૂટલેન્ડમાં મંગૂસના એક ફાર્મથી કોવિડ-19 સંક્રમણ સંબંધી જાણકારી આપી હતી. તેણે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, મંગૂસના ફાર્મમાં કામ કરનારા વ્યક્તિમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. રિપોર્ટ સામે આવ્યા બાદ ડેનમાર્કની સરકારે મંગૂસના ફાર્મથી સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન 34 મંગૂસના સેમ્પલની તપાસમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ. ત્યારબાદ સરકારે મંગૂસ ફાર્મમાં કોવિડ-19નો રોકવા માટે પ્રતિબંધ અને ઉપાય લાગૂ કર્યા હતા. પરંતુ ઓક્ટોબરની શરૂઆત સુધી સંક્રમણના મામલામાં મોટો વધારો જોવા મળ્યો હતો.
યૂએસ ઇલેક્શનઃ રાષ્ટ્રપતિ અને રાજ્યની ચૂંટણીમાં 12થી વધુ ભારતીયો જીત્યા
મંગૂસમાં કોરોના સંક્રમણના ખુલાસા બાદ આ નિર્ણય
માત્ર ઉત્તરી જૂટલેન્ડના આશરે 60 મંગૂસમાં કોરોના સંક્રમણના મામલા સામે આવ્યા. જ્યારે સંક્રમણની આશંકાને ધ્યાનમાં રાખી 46 અન્ય મંગૂસેને દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. ખાદ્ય, કૃષિ અને મત્સ્ય મંત્રીએ કહ્યું, અમે બરાબર સંક્રમણના પ્રસારને રોકવા અને નિયંત્રિત કરવા માટે પહેલ કરી રહ્યાં છીએ. પરંતુ વર્તમાનમાં ઉત્તરી જૂટલેન્ડના મંગૂસમાં સંક્રમણની સતત થઈ રહેલી વૃદ્ધિ જોઈને કહી શકાય કે આ ઉપાય પૂરતા સાબિત થઈ રહ્યાં નથી.
10 લાખ મંગૂસને મારવાના સમાચાર બાદ નારાજ લોકોએ સોશિયલ મીડિયા પર સરકારની આલોચના શરૂ કરી દીધી છે. પરંતુ સ્થાનીક લોકોએ સરકારના પગલાનું સમર્થન કર્યું છે. નિર્ણયના સમર્થનમાં આવેલા લોકોનું કહેવું છે કે મુશ્કેલ સ્થિતિમાં પહેલા મનુષ્યના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ કારણ કે હાલ તેનો કોઈ વૈકલ્પિક ઉકેલ પણ નથી.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube