યૂએસ ઇલેક્શનઃ રાષ્ટ્રપતિ અને રાજ્યની ચૂંટણીમાં 12થી વધુ ભારતીયો જીત્યા
અમેરિકામાં ભારતીય મૂળના 40 લાખ લોકો રહે છે. જેમાંથી 20 લાખ મતદારો છે. અમેરિકાના એરિઝોના, ફ્લોરિડા, જ્યોર્જિયા, મિશિગન અને ટેક્સાસ સહિત 8 બેઠકો પર ભારતીયોના મત ઘણા અસર કરે છે. રાજકીય રીતે અહીંયા ભારતીય મૂળના લોકો શક્તિશાળી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આખી દુનિયાની નજર અત્યારે માત્ર ને માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે તેના પર રહેલી છે. ત્યારે તેની વચ્ચે વિવિધ રાજ્યના ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના સેનેટરના પરિણામ આવી રહ્યા છે. જેમાં ટ્રંપની પાર્ટીમાં મૂળ ભૂજના યુવાન ચૂંટાતા તેમણે પ્રથમ ભારતીય અમેરિકન સેનેટર બનવાનો ઈતિહાસ રચ્યો છે.
નીરજ અંતાણી મૂળ ભૂજના વતની છે
તેમના પિતા જૈમિનભાઈ અંતાણી 1987માં વોશિંગ્ટનમાં સ્થાયી થયા હતા
નીરજ અંતાણીનો ઉછેર અને અભ્યાસ અમેરિકામાં જ થયો છે
તે 2014માં ઓહાયો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં 23 વર્ષની વયે ચૂંટાયા
તે સમયે તે યૂએસના સૌથી નાની વયના ધારાસભ્ય બન્યા હતા
2020માં તે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફૌજલને હરાવી રાજ્યના છઠ્ઠા ડિસ્ટ્રીક્ટ સેનેટર બન્યા છે.
Us Elections: જો બાઇડેન જીતથી માત્ર એક ડગલું દૂર, ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- 'બંધ કરો ગણતરી'
અમેરિકામાં ભારતીય મૂળના 40 લાખ લોકો રહે છે. જેમાંથી 20 લાખ મતદારો છે. અમેરિકાના એરિઝોના, ફ્લોરિડા, જ્યોર્જિયા, મિશિગન અને ટેક્સાસ સહિત 8 બેઠકો પર ભારતીયોના મત ઘણા અસર કરે છે. રાજકીય રીતે અહીંયા ભારતીય મૂળના લોકો શક્તિશાળી છે.
આ વખતે સ્ટેટ લેવલની ચૂંટણીમાં 12થી વધારે ભારતીયોએ જીત મેળવી છે. જેમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચાર ભારતીય મૂળના અમેરિકન ફરી પસંદ થયા છે. જેમાં ડોક્ટર એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના અને
રાજા કૃષ્ણમૂર્તિ ચૂંટાઈ આવ્યા છે.
આ સિવાય પાંચ ભારતીય મહિલાઓ પણ વિજેતા બની છે... જેમાં
ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં જેનિફર રાજકુમાર, કેન્ટુકી સ્ટેટ હાઉસમાં નિમા કુલકર્ણી, વર્મોન્ટ સ્ટેટ સેનેટમાં કેશા રામ, વોશિંગ્ટન સ્ટેટ હાઉસમાં વંદના સ્લેટર, મિશિગન સ્ટેટ હાઉસમાં પદ્મા કુપ્પા વિજેતા બન્યા.
સ્ટેટ સેનેટમાં પહોંચેલા ભારતીયો
નોર્થ કેરોલિના સ્ટેટ સેનેટમાં જય ચૌધરી બીજી વખત ચૂંટાયા
એરિઝોના સ્ટેટ સેનેટમાં અમિશ શાહ
પેન્સિલ્વેનિયા સ્ટેટ સેનેટમાં નિખિલ સાવલ
મિશગન સ્ટેટ યુનિટમાં રાજીવ પૂરી
ન્યૂયોર્ક સ્ટેટ સેનેટમાં જર્મી કોને
કેલિફોર્નિયામાં એશ કાલરા
ટેક્સાસ ડિસ્ટ્રીક્ટ કોર્ટ પોલ્સમાં રવિ સેંદિલ
ચૂંટાઈ આવ્યા છે.
અમેરિકામાં આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીની સાથે સ્ટેટ લેવલની ચૂંટણી પણ યોજાઈ. જેમાં 12થી વધુ ભારતીયોએ જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. ત્યારે હજુ ત્રણ ઉમેદવારોના જીતની શક્યતા છે. અમેરિકામાં રહેતા ભારતીયોએ ફરી એકવાર સાબિત કરી દીધું કે ત્યાંની ચૂંટણીમાં ભારતીય-અમેરિકન મતદારોનું કેટલું મહત્વ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે