વોશિંગટનઃ અમેરિકાની સેનાએ બુધવારે ખાતરી કરતા કહ્યું કે, ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ના મુખિયા અબૂ બકર અલ બગદાદીને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ સમુદ્રમાં દફનાવી દેવામાં આવ્યો છે. આ સાથે સૈનિકોની રેડ કરતો એક વીડિયો અને કેટલાક ફોટા રિલીઝ કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો ફુટેજમાં કેટલાક સૈનિક આઈએસ આતંકવાદી બગદાદીના ઠેકાણા પર રેડ કરવાની તૈયારી કરતા જોવા મળી રહ્યાં છે. ઉત્તરી સીરિયામાં બગદાદીના ઠેકાણા પર રેડ દરમિયાન બ્લેક એન્ડ વાઇટ હવાઈ ફુટેજ દેખાડવામાં આવી છે. 


અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ ચીફ જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ પોતાની સેનાની પ્રશંસા કરતા પૂરા ઓપરેશન વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, તમામ હુમલાખોરો અને બાકી લોકોને કાડ્યા બાદ જ બગદાદીના ઠેકાણા પર બોમ્બવર્ષા કરવાની આવી હતી. 


વિશ્વકપ દરમિયાન સિલેક્ટરો અનુષ્કાને પીવડાવતા હતા ચા, અભિનેત્રીએ આપ્યો જવાબ 


મહત્વનું છે કે, શનિવારે સાંજે અમેરિકાની સેનાએ ઉત્તર પશ્ચિમી સીરિયાના ઇદલિબ પ્રાંતના બારિશા ગામમાં બગદાદીના ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ કાર્યવાહીમાં ઘેરાયા બાદ બગદાદીએ ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો.