વિશ્વકપ દરમિયાન સિલેક્ટરો અનુષ્કાને પીવડાવતા હતા ચા, અભિનેત્રીએ આપ્યો જવાબ

પૂર્વ ક્રિકેટર ફારૂખ એન્જિનિયરના આરોપ બાદ બોલીવુડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ ટ્વીટર પર એક પત્ર શેર કર્યો છે. જેમાં તેણે તમામ મહત્વના મુદ્દા પર પોતાનો જવાબ આપ્યો છે. 
 

વિશ્વકપ દરમિયાન સિલેક્ટરો અનુષ્કાને પીવડાવતા હતા ચા, અભિનેત્રીએ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર ફારૂખ એન્જિનિયરે કહ્યું હતું કે વિશ્વ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાના સિલેક્ટરો વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનો ચાનો કપ ઉપાડવામાં વ્યસ્ત હતા. આ વાત પર અનુષ્કાએ ટ્વીટ કરીને પોતાની વાત રાખી છે. અનુષ્કાએ ટ્વીટ કરતા લખ્યું કે, હું હંમેશા જૂઠ્ઠી અને ઉપજાવી કાઢેલી ખબરો પર ચુપ રહેતી હતી, પરંતુ હવે મારા માટે તે મુશ્કેલ થઈ ગયું છે. 

પોતાના ટ્વીટમાં અનુષ્કાએ લખ્યું કે, હું ત્યારે પણ ચુપ રહેતી હતી જ્યારે વિરાટ સાથે મારા લગ્ન ન થયા હતા અને તેના ખરાબ પ્રદર્શનનું ઠીકરુ મારા પર ફોડી દેવામાં આવતું હતું. મારા વિશે કહેવામાં આવતું હતું કે હું ટીમ મિટિંગનો ભાગ રહેતી અને પસંદગી પ્રક્રિયાને પણ પ્રભાવિત કરતી હતી. હું ત્યારે પણ ચુપ રહી. મારા પતિની સાથે વિદેશ પ્રવાસને લઈને પણ મને ચર્ચામાં લાવવામાં આવે છે. પરંતુ કોઈએ સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો નથી. જો બોર્ડને વિદેશી પ્રવાસ વિશે કોઈ પૂછે તો તેને મળશે કે મેં હંમેશા નિયમોનું પાલન કર્યું છે. નિયમોની અંદર તમામ કામ કર્યું છે. આ પ્રકારના આરોપો પર પણ હું ચુપ રહી હતી. 

અનુષ્કાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, વારં-વાર કોઈ વાતને બોલવામાં આવે તો લોકો તેને સત્ય માનવા લાગે છે. હું મારા કરિયરના 11 વર્ષોમાં તમામ વિવાદો પર ચુપ રહી. મારા ચુપ રહેવાને કારણે મારા વિશે જે પણ ખોટુ બોલવામાં આવતું હતું, તેને લોકો સત્ય માની લેતા હતા. પરંતુ હવે આ બધુ પૂરુ થઈ ગયું છે. તેણે લખ્યું કે, મારા પર આરોપ લગાવવામાં આવ્યો કે વિશ્વકપ દરમિયાન પસંદગીકારે મને ચા પીડવાવી હતી, પરંતુ હું ત્યાં એક મેચ જોવા ગઈ હતી. આ દરમિયાન હું ફેમેલી બોક્સમાં બેઠી હતી ન પસંદગીકારોની સાથે. જો તમારે સિલેક્શન સમિતિ પર સવાલ ઉભા કરવા હોય તો મારૂ નામ વચ્ચે ન ઘુસેડો. 

— Anushka Sharma (@AnushkaSharma) October 31, 2019

ટિકિટ અને ફ્લાઇટનો ખર્ચ હું ઉઠાવું છું
તેણે પોતાના લાંબા લેટરમાં લખ્યું- મેચોની ટિકિટ અને ફ્લાઇટને લઈને પણ મારા વિશે ખોટા સમાચાર લખવામાં આવ્યા, જ્યારે હું મારી ટિકિટ અને ફ્લાઇટનો ખર્ચ ખુદ ઉઠાવું છું. હું તે સમયે પણ ચુપ રહી. મને હાઈ કમિશનરની સાથે ગ્રુપ ફોટો (ટીમ ઈન્ડિયાની સાથે) માટે પણ લોકોની આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. કહેવામાં આવ્યું કે હું તે ઈવેન્ટનો ભાગ બનવા ઈચ્છતી હતી, પરંતુ તેમ નથી. મને સત્તાવાર આમંત્રણ મળ્યું હતું. ત્યારે હું તે ઈવેન્ટમાં સામેલ થઈ હતી.

મહત્વનું છે કે ફારૂખ એન્જિનિયરે ટીમ ઈન્ડિયાના પસંદગીકારો પર આરોપ લગાવતા કહ્યું હતું કે તે વિશ્વકપ દરમિયાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માના ચાના કપ ઉપાડવાનું કામ કરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, આ પસંદગી સમિતિમાં તેવા લોકો છે જેની જરૂર નથી. તેમણે એમએસકે પ્રસાદની અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news