નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયી અને બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારના આપસી સંબંધો કોઈનાથી છૂપાયેલા નથી. બંને એકબીજાના એટલા નીકટ હતા કે અટલ બિહારી વાજપેયી માટે દિલીપકુમારે પૂર્વ પાકિસ્તાની પીએમ નવાઝ શરીફને બરાબર ફટકાર લગાવીને 'શરાફત'થી રહેવાની સલાહ આપી હતી. દિલીપકુમાર હવે આ દુનિયામાં નથી. અટલ બિહારી વાજપેયીએ પહેલા જ દુનિયાને અલવિદા કરી દીધી છે. બંનેની મિત્રતાની આ કહાની આજે અમે તમને જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'નાઈધર અ હોક નોર અ ડવ'
આ આખો કિસ્સો પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી ખુર્શીદ કસૂરીના પુસ્તક 'નાઈધર અ હોક નોર અ ડવ' પુસ્તકમમાં કઈક આ રીતે લખાયેલો છે. 'એકવાર જ્યારે જંગને ખતમ કરવા માટે અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને ફોન કર્યો હતો અને તેમની વાત અભિનેતા દિલીપકુમાર સાથે કરાવી હતી. નવાઝ શરીફ દિલીપકુમારનો અવાજ સાંભળીને ચોંકી ગયા હતા.' નવાઝ શરીફ દિલીપકુમારના અભિનયને ખુબ પસંદ કરતા હતા અને પોતાને તેમના ફેન પણ ગણાવે છે. 


દિલીપકુમારે લીધો હતો નવાઝ શરીફનો ક્લાસ
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને અભિનેતા દિલીપકુમારના સંબંધો ખુબ સારા હતા અને આવું અનેક અવસરે જોવા મળ્યું છે. પાકિસ્તાનની કારગિલ ઘૂસણખોરી દરમિયાન એક સમય એવો પણ આવ્યો કે જ્યારે અટલ બિહારી વાજપેયી માટે દિલીપકુમારે પૂર્વ પીએમ નવાઝ શરીફ સુદ્ધાને ફટકાર લગાવી દીધી હતી. દિલીપકુમારે શરીફને 'શરાફત' થી રહેવાની સલાહ પણ આપી હતી. દિલીપ કુમારે નવાઝ શરીફને કહ્યું હતું કે 'મિયા સાહેબ, તમારા તરફથી આવી ઉમ્મીદ નહતી, કારણ કે તમે હંમેશા કહ્યું છે કે તમે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ ઈચ્છો છો.'


Dilip Kumar નું નિધન, PM મોદીએ સાયરા બાનોને કર્યો ફોન, રાહુલ ગાંધી-શરદ પવાર સહિત અનેક નેતાઓએ જતાવ્યો શોક


અટલના કહેવા પર કરી હતી વાત
દિલીપકુમારે અટલ બિહારી વાજપેયીના કહેવા પર નવાઝ શરીફ સાથે વાત કરી અને કહ્યું, 'હું એક ભારતીય મુસલમાન તરીકે તમને જણાવવા માંગુ છું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવની સ્થિતિમાં ભારતીય મુસલમાનો ખુબ અસુરક્ષિત થઈ જાય છે અને તેમનું પોતાના ઘરોમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ લાગે છે. આથી હાલાતને કાબૂમાં રાખવા માટે કઈ પણ કરો.'


PM મોદીએ ટ્વિટર પર સાંભળી યૂઝરના 'મનની વાત', આ ઈચ્છા પૂરી કરી


હકીકતમાં આ સમગ્ર મામલો સમજવા માટે અટલ બિહારી વાજપેયીની લાહોર યાત્રા અને 1999ના લાહોર ડેકલેરેશનનો ઉલ્લેખ કરવો જરૂરી છે. આ ડેકલેરેશનની સાથે એવી આશા વ્યક્ત  કરાઈ રહી હતી કે હવે બંને દેશોના સંબંધો મિત્રતાપૂર્ણ થઈ શકે છે. આ સંધિમાં બંને દેશોએ સિમલા કરારને લાગૂ કરવા પ્રતિ પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી જો કે આ મિત્રતા વધુ ટકી શકી નહીં અને અટલ બિહારી વાજપેયી ભારત પાછા ફરતા જ થોડા સમયમાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube