રશિયા હવે ભારતથી અંતર જાળવી રહ્યું છે?, આ મહત્વના મુદ્દે ન આપ્યો ભારતને સાથ
હવે રશિયાએ ખુલીને ચીનના સમર્થનમાં પોતાને ઉતારી દીધુ છે અને આ માટે તેણે પોતાના જૂના મિત્ર ભારતની પણ જરાય પરવા કરી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે જી-7માં સામેલ થવા માટે રશિયાને આમંત્રણ આપ્યું હતું જેને રશિયાએ એમ કહીને ફગાવી દીધુ કે તે ચીનને અલગ પાડવાની એક કોશિશ છે. આ ઘટનાથી ન તો ભારતને આશ્ચર્ય થયું કે ન તો અમેરિકાને કારણ કે ભારતની અમેરિકા સાથે વધતી મિત્રતા ભારતના જૂના મિત્ર રશિયાને કેવી રીતે પચે. આ જે ઘટના ઘટી ત્યારબાદ ભારત અને રશિયા વચ્ચે એક રેખા ખેંચાઈ ગઈ.
નવી દિલ્હી: હવે રશિયાએ ખુલીને ચીનના સમર્થનમાં પોતાને ઉતારી દીધુ છે અને આ માટે તેણે પોતાના જૂના મિત્ર ભારતની પણ જરાય પરવા કરી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે જી-7માં સામેલ થવા માટે રશિયાને આમંત્રણ આપ્યું હતું જેને રશિયાએ એમ કહીને ફગાવી દીધુ કે તે ચીનને અલગ પાડવાની એક કોશિશ છે. આ ઘટનાથી ન તો ભારતને આશ્ચર્ય થયું કે ન તો અમેરિકાને કારણ કે ભારતની અમેરિકા સાથે વધતી મિત્રતા ભારતના જૂના મિત્ર રશિયાને કેવી રીતે પચે. આજે જે ઘટના ઘટી ત્યારબાદ ભારત અને રશિયા વચ્ચે એક રેખા ખેંચાઈ ગઈ.
ચીને જાસુસી માટે રચી ખતરનાક જાળ, અમેરિકા સહિત સેંકડો વિદેશી વૈજ્ઞાનિકોને ફોડ્યા
ભારત-અમેરિકાની મિત્રતાનો આ સહજ વિરોધ છે
થોડા દિવસ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયા બંનેને જી-7 સમૂહમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. આ અભિયાનમાં રસ દાખવતા ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જ પીએમ મોદી અને પ્રેસિડેન્ટ પુતિનને ફોન કર્યો હતો. આ નિમંત્રણ પર જ્યારે ભારતે સકારાત્મક સંકેત આપ્યો છે ત્યાં રશિયાએ સ્પષ્ટપણે તેને ચીનને અલગ કરવાની કોશિશ ગણાવી છે.
રશિયાએ પોતાની અનિચ્છા જતાવી
જેવી રશિયા પાસેથી અપેક્ષા હતી તેમ પ્રેસિડેન્ટ ટ્રમ્પની રજૂઆતને રશિયાએ સ્પષ્ટ રીતે ફગાવી દીધી છે. રશિયાના ફેડરેશન કાઉન્સિલ ઈન્ટરનેશનલ અફેર કમિટીના પ્રમુખ અઆને સાંસદ કોન્સટેનટિન કોસાચેવે આ અંગે વક્તવ્ય આપતા કહ્યું કે રશિયા અમેરિકાના જી-7માં સામેલ થવા ઈચ્છુક નથી. એટલું જ નહીં કોસાચેવે એમ પણ કહ્યું કે ચીનને નિશાન બનાવવાનું ષડયંત્ર રચનારા કોઈ પણ સમૂહ કે જૂથમાં તે ક્યારેય સામેલ થશે નહીં.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube