ભારત સિવાય વિદેશમાં પણ મનાવાય છે દિવાળી, જાણો ક્યાં દેશમાં કેવી રીતે થાય છે ઉજવણી
ભારતમાં દિવાળીનું ખાસ મહત્વ રહેલું છે. ખુબ જ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ભારત સિવાય અન્ય દેશોમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ દિવાળીને ભારતમાં વર્ષના સૌથી મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. લોકો આતબાજી અને ઉલ્લાસથી અંધારી રાતને પ્રકાશિત કરે છે. બજારોમાં પણ દિવાળીની સુંદરતા જોવા મળે છે. દરેક પરિવારની દિવાળી સાથે જોડાયેલી પોતાની અલગ અલગ મીઠી યાદો હોય છે. આવી સ્મૃતિઓની વચ્ચે એક સંબંધનો અહેસાસ થાય છે.
દિવાળીની આ ભવ્ય ઉજવણીની પ્રથા ખાલી ભારત પુરતી જ નથી. પરંતુ એવા ઘણા દેશો છે જ્યાં દિવાળીની ઉજવણી ભારતની જેમ જ ધામધૂમથી કરવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે એવા ક્યાં દેશ છે અને ત્યાં કેવી રીતે દિવાળીની ઉજવણી થાય છે.
ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયા અને ભારતમાં ઘણી સમાનતા જોવા મળે છે. ઈન્ડોનેશિયામાં ભારત જેવા મંદિરો અને પાંડવોના નામ પર 'પાંડવો બીચ' આવેલું છે. ઇન્ડોનેશિયાના પર્યટન સ્થળ બાલીમાં મોટાભાગના હિંદુઓ રહે છે. જેથી અહીં દિવાળી પર જાહેર રજા પણ મનાવવામાં આવે છે. અહીં લોકો એકબીજા સાથે ઉત્સાહભેર દિવાળીના તહેવારની ઉજવણી કરે છે.
ફિજી
ફિજીમાં સ્થાનિક હિંદુઓની વસ્તી નથી પરંતુ ત્યાં મોટી સંખ્યામાં હિંદુઓ વસે છે. જેથી ફિઝીમાં દિવાળીને જાહેર રજા તરીકે ઉજવવામાં આવે છે. અને દિવાળી પર દીવા પ્રગટાવવા, તહેવારો ઉજવવા, ભેટોની આપ-લે કરવી પણ સારી માનવામાં આવે છે.
મોરેશિયસ
મોરેશિયસમાં 50 ટકા વસ્તી હિન્દુ છે અને અહીં પણ દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળી પર મોરેશિયસમાં અનેક પ્રકારના શણગાર કરવામાં આવે છે. દિવાળી પર ઘરોમાં દીવા કરવા, ફટાકડા ફોડવા, ખુશીની ઉજવણી કરવી પણ મોરેશિયસમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ ભારતમાં બનેલી કોરોના રસી કોવેક્સીનને મળી મોટી સફળતા, ઓસ્ટ્રેલિયાની સરકારે આપી મંજૂરી
મલેશિયા
મલેશિયામાં હિંદુઓ રહે છે પરંતુ અહીં તહેવારની અલગ રીતે ઉજવણી થાય છે. મલેશિયામાં તહેવારને 'હરિ દિવાળી' કહેવામાં આવે છે. અહીં દિવાળીના તહેવારની ભારત કરતા અલગ રીતે ઉજવવામાં આવે છે. અહીં દિવાળીમાં લોકો તેલથી સ્નાન કરીને મંદિરે જાય છે. જો કે અહીં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ છે. જેથી માત્ર મીઠાઈઓ, દીવડા અને સારા સમાચાર સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
શ્રિલંકા
શ્રીલંકામાં પણ દિવાળી ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવે છે. દિવાળીની ઉજવણીનો શ્રીલંકામાં નજારો જોવા જેવો હોય છે. દિવાળી પર અહીં દીવા પ્રગટાવી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ખરાબ શક્તિઓ સામે રક્ષણ મળે તેના માટે અહીં દિવાળીની ઉજવણી થાય છે.
નેપાળ
ભારતના પાડોશી અને વિવિધ પ્રાંતના લોકો વસતા હોવાથી નેપાળમાં પણ દિવાળીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થાય છે. જો કે અહીં તેને 'તિહાર' તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવારની ઉજવણીની રીત લગભગ સમાન છે અને તેને નેપાળનો બીજો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે.
સિંગાપુર
દિવાળી દરમિયાન સિંગાપોરને શણગારમાં આવે છે. આ દરમિયાન સિંગાપુરમાં વિવિધ સ્થળોએ શણગાર જોવા મળે છે. તો કેટલાક સ્થળે રંગારંગ કાર્યક્રમો પણ યોજાય છે. ભારતની જેમ સિંગાપુરમાં પણ દિવાળીની ઉજવણી ખુબ જોવા લાયક હોય છે.
આમ તો દિવાળીની એ તમામ દેશોમાં ઉજવણી થાય છે જ્યાં ભારતીય લોકો વસે છે. પરંતુ આ એવા દેશ છે જેમાં અલગ પ્રકારે જ દિવાળીની ઉજવણી થાય છે. અહીની ઉજવણી ખુબ જ ખાસ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube