ભારતમાં બનેલી કોરોના રસી કોવેક્સીનને મળી મોટી સફળતા, ઓસ્ટ્રેલિયાની સરકારે આપી મંજૂરી
ભારતમાં કોરોનાની કોવેક્સીન લેનારા લોકો માટે ખુશ ખબર છે. હવે ઓસ્ટ્રેલિયાની સરકારે ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી આપી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં બનેલી કોરોના વેક્સીનને હજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મંજૂરી મળી નથી, પરંતુ ઓસ્ટ્રેલિયાની સરકારે તેને અપ્રૂવ્ડ રસીની યાદીમાં સામેલ કરી છે. ભારત બાયોટેક તરફથી બનાવવામાં આવેલી કોવેક્સીનને ઓસ્ટ્રેલિયાએ યાત્રીકોના વેક્સીનેશન સ્ટેટસ માટે મંજૂર કરી લીધી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતના રાજદૂત બૈરી ઓ ફારેલે આ જાણકારી આપી છે. ઓસ્ટ્રેલિયા સરકાર તરફથી કોવેક્સીનને આ ગ્રીન સિગ્નલ તેવા સમયે મળ્યું છે, જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી મંજૂરી માટે ભારતની વેક્સીન ઘણા સમયથી રાહ જોઈ રહી છે. આ વેક્સીનને મંજૂરી આપવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વધુ જાણકારીની માંગ કરી છે.
Australian Government recognises Bharat Biotech's Covaxin for the purpose of establishing a traveller's vaccination status: Australia’s High Commissioner to India, Barry O’Farrell AO pic.twitter.com/yMXenctRbg
— ANI (@ANI) November 1, 2021
વૈશ્વિક સંસ્થાનું કહેવું છે કે વધુ કેટલીક જાણકારીની જરૂર છે. તેના આદાર પર વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી શકાય છે. આ પહેલા 26 ઓક્ટોબરે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની બેઠક હતી, જેમાં કોવેક્સીનને મંજૂરી આપવાની આશા હતી, પરંતુ તેમ થઈ શક્યું નહીં. હવે 3 નવેમ્બરે બેઠક થવાની છે. આ બેઠકમાં ભારત બાયોટેકની રસી કોવેક્સીનને મંજૂરી મળી શકે છે. આ વર્ષે 19 એપ્રિલે ભારત બાયોટેક તરફથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમક્ષ અરજી કરવામાં આવી હતી. આ રસીને ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે મળીને તૈયાર કરી હતી.
આશા છે કે ટૂંક સમયમાં કોવેક્સીન અંગે સ્પષ્ટતા મળશે - WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ અઠવાડિયાના અંતમાં ભારત નિર્મિત "કોવેક્સીન" ને કટોકટીના ઉપયોગની સૂચિમાં સામેલ કરવા માટે અંતિમ "લાભ-જોખમ આકારણી" કરવા માટે ભારત બાયોટેક પાસેથી "વધારાની સ્પષ્ટતા" માંગી છે. WHOએ કહ્યું કે સ્પષ્ટતા મળ્યા બાદ અંતિમ મૂલ્યાંકન માટે 3 નવેમ્બરે એક બેઠક યોજવામાં આવશે.
ઇમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં સમાવેશ પર સંસ્થાનું ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ એ એક સ્વતંત્ર સલાહકાર જૂથ છે જે WHOને ભલામણ કરે છે કે EUL પ્રક્રિયા હેઠળ કટોકટીના ઉપયોગ માટે એન્ટિ-કોવિડ-19 રસી ધ્યાનમાં લેવી જોઈએ કે કેમ, WHOએ જણાવ્યું હતું.
ભારતની સ્વદેશી રસીને કટોકટીના ઉપયોગની સૂચિમાં સામેલ કરવા માટે કોવેક્સીન પરના ડેટાની સમીક્ષા કરવા માટે ટેકનિકલ સલાહકાર જૂથની બેઠકદરમિયાન, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રસીના વૈશ્વિક ઉપયોગને ધ્યાનમાં રાખીને અંતિમ લાભ-જોખમ આકારણી માટે ઉત્પાદક પાસેથી વધારાની સ્પષ્ટતા માંગવાની જરૂર છે. WHOએ કહ્યું કે આ સપ્તાહના અંત સુધીમાં ભારત બાયોટેક તરફથી આ સ્પષ્ટતા મળવાની સંભાવના છે, જેને 3 નવેમ્બરે મળવાનું લક્ષ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે