વિદેશમાં સેટ થઈ ડોલરમાં ઢગલો કમાણી કરવી હોય તો `સ્વર્ગ` જેવા છે આ દેશો, વિઝા પણ સરળતાથી મળી જાય
આજે અમે તમને એવા કેટલાક દેશો વિશે જણાવીશું જે ભારતીયોને સરળતાથી વિઝા આપે છે. જ્યાં ભારતીયો માટે નોકરીના અવસરો પણ હોય છે. તેમને રહેવા અને કરિયર બનાવવામાં મુશ્કેલીઓ નથી આવતી.
વિદેશમાં સેટ થવાની ઈચ્છા કોને ન હોય? ત્યાં જઈને સેટ થવું, ડોલરમાં કમાણી કરવી, જીવન ધોરણ સુધારવું એ લગભગ દરેક ભારતીયોની ઈચ્છા હોય છે. પણ વિઝામાં આવતી મુશ્કેલી તો ક્યાંક નોકરી નથી મળતી. પરંતુ આજે અમે તમને એવા કેટલાક દેશો વિશે જણાવીશું જે ભારતીયોને સરળતાથી વિઝા આપે છે. જ્યાં ભારતીયો માટે નોકરીના અવસરો પણ હોય છે. તેમને રહેવા અને કરિયર બનાવવામાં મુશ્કેલીઓ નથી આવતી. એવા કેટલાય દેશો છે જેમની સાથે ભારતના દ્વિપક્ષીય કરાર પણ છે. ચાલો જાણીએ આ દેશો વિશે....
કેનેડા
આ મામલે કેનેડા આગળ આવે છે. અહીં ભારતીયો માટે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ છે. જે વર્ક પરમિટ માંગનારાઓને તરત તક આપે છે. પ્રોફેશનલ્સ અને કુશળ શ્રમિકોની અહીં ખુબ ડિમાન્ડ રહે છે. જો તમે ભારતીય હોવ તો તમારી તો જાણી નીકલ પડી...કારણ કે મોટા પાયે ભારતીયો અહીં કામ કરે છે. જો તમારી અનેક ભાષા પર પકડ હોય કે પછી કોઈ પણ ફિલ્ડમાં ટ્રેન્ડ હોય તો તમારા માટે અહીં ઘણી તકો હોઈ શકે છે.
ઓસ્ટ્રેલિયા
ભારતીય પ્રોફેશનલ્સને આકર્ષવામાં બીજા નંબરે ઓસ્ટ્રેલિયા આવે છે. ઓસ્ટ્રેલિયા જનરલ સ્કિલ્ડ માઈગ્રેશન સિસ્ટમ હેઠળ ભારતીઓને પ્રાથમિકતા આપે છે. અહીં ખુબ જ સરળતાથી વિઝા ઈશ્યુ કરવામાં આવે છે. જો તમે સારું અંગ્રેજી જાણતા હોવ અને તમારી પાસે કોઈ ખાસ ફિલ્ડમાં અનુભવ હોય તો અહીં તમને તક મળી શકે છે.
જર્મની
આઈટી, એન્જિનિયરિંગ અને મેડિકલ ફિલ્ડમાં કામ કરવા ઈચ્છતા પ્રોફેશનલ્સ માટે જર્મની શાનદાર જગ્યા બની શકે છે. અહીં ભારતીયોને અનેક પ્રકારની સેવાઓ મળે છે. જર્મની કુશળ પ્રોફેશનલ્સ માટે ઈયુબ્લૂ કાર્ડ ઈશ્યુ કરે છે. તમારી પાસે કોઈ સારી યુનિવર્સિટીની ડિગ્રી હોવી જોઈએ. તમને તરત વિઝા ઈશ્યું કરવામાં આવશે.
ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડ પણ આ યાદીમાં આવે છે. અહીં સ્કિલ્ડ માઈગ્રેટ કેટેગરીવાળા લોકોની ખુબ ડિમાન્ડ રહે છે. જો તમે ભારતીય હોવ તો તમને સરળતાથી વિઝા મળી જાય છે. અહીં રહીને તમે સારું કામ કરી શકો છો. સ્કિલ્ડ લોકો અહીં જોબ માટે અરજી કરી શકે છે.
સિંગાપુર
મજબૂત અર્થવ્યવસ્થા અને વિદેશીઓના સ્વાગત માટે પ્રખ્યાત સિંગાપુર પણ ભારતીયોને મીઠો આવકાર આપે છે. ભારતીયોને અહીં ઘણી સગવડો મળે છે. અહીં એમ્પ્લોયમેન્ટ પાસ, એસ પાસ, વર્ક હોલિડે પાસ અને ટ્રેનિંગ એમ્પ્લોયમેન્ટ પાસ ઈશ્યું કરવામાં આવે છે. અહીંના મોટાભાગના લોકો અંગ્રેજી સમજે છે આથી જો તમે આઈટી પ્રોફેશનલ્સ હોવ, મેનેજમેન્ટ ફિલ્ડથી હોવ તો તમારા માટે અહીં સારી તક ઊભી થઈ શકે છે.
નેધરલેન્ડ
નેધરલેન્ડ પણ ભારતીયો માટે એક સારી તક બની શકે છે. અહીં ટેક્સ ઓછા છે અને રહેવા માટે પણ સારો માહોલ છે. તમે જોબ કરવા માંગતા હોવ કે ભણવા માંગતા હોવ..તમને અહીં ઘણી સુવિધાઓ મળી રહેશે. હેલ્થકેર સુવિધાઓ તો એવી જબરદસ્ત છે જેનો કોઈ તોડ નથી. નેધરલેન્ડ પણ ભારતીયોને ઉદાર મને વિઝા ઈશ્યું કરવા માટે પંકાયેલું છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube