બેઇજિંગઃ કોરોના વાયરસ (Coronavirus)ને લઈને ફેલાતી અફવાઓને દૂર કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  (WHO) એકવાર ફરી આગળ આવ્યું છે. શુક્રવારે સંગઠને જણાવ્યું કે, કોવિડ-19 બીમારીને કારણે બનનારો વાયરસ મુખ્ય રૂપથી શ્વસના નાના ટીપાં અને નજીકના સંપર્કના માધ્યમથી ફેલાય છે અને તે હવામાં લાંબો સમય જીવીત રહી શકતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, દેશભરમાં કોરોના વાયરસને લઈને તે અફવા હતી કે કોરોના વાયરસ દર્દીના શ્વસન ટીપાંથી ફેલાય શકે છે અને તે હવામાં પણ ઘણી કલાકો સુધી જીવિત રહી શકે છે. શુક્રવારે આપેલા પોતાના નિવેદનમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને અડધું સત્યુ ગણાવ્યું અને કહ્યું કે, હવામાં વાયરસ લાંબા સમય સુધી જીવીત રહી શકતો નથી. 


WHOએ કહ્યું કે, શ્વસન સંક્રમણ વિભિન્ન આકારાના સુક્ષ્મ ટીપાંના માધ્યમથી ફેલાય શકે છે. છીંક વગેરેના કણોથી સંક્રમણ (ડ્રોપલેટ ટ્રાન્સમિશન) ત્યારે થાય છે જ્યારે તમારો નજીક સંપર્ક તે વ્યક્તિની સાથે (એક મીટરની અંદર) થાય છે. જેમાં ઉઘરસ કે છીંકવા જેવા શ્વસન સંબંધી લક્ષણ હોય છે. આ દરમિયાન તમારા શરીરમાં આ સૂક્ષ્મ ટીપાંના માધ્યમથી વાયરસ પ્રવેશ કરી શકે છે. સંગઠને જણાવ્યું કે, તેનો આકાર સામાન્ય રીતે 5-10 માઇક્રોન હોય છે. 


Coronavirus: સાઉદી અરબમાં 21 લોકોના મોત, મક્કા-મદીનામાં લાગ્યું કર્ફ્યૂ


WHOના રિપોર્ટમાં તે કહેવામાં આવ્યું છે કે સંક્રમિત વ્યક્તિઓની આસપાસના વાયાવરણમાં ફ્લોર કે વસ્તુઓને અડવાથી પણ આ સંક્રમણ ફેલાઇ શકે છે. આ સિવાય તેમાં કહેવામાં આવ્યું છે કે હવામાં ફેલાતું સંક્રમણ 'ડ્રોપલેટ ટ્રાન્સમિશન'થી અલગ છે, કારણ કે આ સૂક્ષ્મ ટીપાંની અંદર જીવાણુઓની હાજરીને દેખાડે છે અને આ જીવાણુ સામાન્ય રીતે વ્યાસમાં પાંચ માઇક્રોનથી નાના કણના રૂપમાં હોય છે. 


રિપોર્ટ અનુસાર ચીનમાં કોરોના વાયરસના 75,465 દર્દીઓના વિશ્લેષણમાં હવાથી સંક્રમણનો કોઈ કેસ નોંધાયો નથી. હાલના પૂરાવાના આધાર પર વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસના દર્દીઓની દેખરેખ કરી રહેલા લોકોના ઉઘરસ કે છીંકથી બહાર આવતા સૂક્ષ્મ ટીપાં અને નજીકના સંપર્કથી સાવધાની રાખવાની સલાહ આપી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર