કરતારપુરમાં ભારે પવનથી ગુરૂદ્વારાના ગુંબજો ક્ષતિગ્રસ્ત, નિર્માણને લઈને પાકની ખુલી પોલ
શીખ શ્રદ્ધાળુઓ માટે શરૂ કરવામાં આવેલા આ કોરિડોરને લઈને પાકિસ્તાને ખુબ પ્રશંસા પ્રાપ્ત કરી હતી. કરતારપુર કોરિડોરને લઈને તેણે ખુબ ઢંઢેરો પિટ્યો હતો અને વાસ્તવમાં શું છે, તે આ તસવીરોથી જાણવા મળી રહ્યું છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદની સાથે આવેલા પવને ગુરૂદ્વારા કરતારપુર સાહિબમાં ઘણી તબાહી મચાવી છે. જાણકારી પ્રમાણે ગુરૂદ્વારાના ગુબંજોને ઘણું નુકસાન થયું અને તૂટીને પડી ગયા છે. હવે આરોપ લાગી રહ્યો છે કે ગુબંજોના પુનિર્માણમાં સીમેન્ટ અને લોઢાની જગ્યાએ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ઘટનાને કારણે કરતારપુર કોરિડોર અને ગુરૂદ્વારાના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીની ગુણવત્તા પર સવાલ ઉભા થઈ રહ્યાં છે. આ મામલા પર પાકિસ્તાનની ઇમરાન સરકારમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, મામલાને ધાર્મિક વિભાગના મંત્રી નૂર ઉલ હક કાદરી સમક્ષ ઉઠાવવામાં આવ્યા છે. આ સાથે તેમને સંમગ્ર ઘટનાક્રમની તાત્કાલીક તપાસ કરાવવાની પણ વિનંતી કરવામાં આવી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube