અમેરિકા: ઇરાન (Iran) અને અમેરિકા (US) ની વચ્ચે સ્થિતિ હજુ સામાન્ય નથી. બંને દેશોના વચ્ચે તણાવ યથાવત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) અવાર-નવાર ઇરાનને નવી ધમકી આપી રહ્યા છે. પોતાના એક નવા ટ્વિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચેતાવણી આપતાં પ્રદર્શનકારીને ન મારવાની વાત કહી છે. ડોનાલ્ડ ટ્રંપે અરબી ભાષામાં ટ્વિટ કર્યું. તેમણે લખ્યું 'ઇરાનના નેતાઓ માટે- પોતાના પ્રદર્શનકારીઓને મત મારો. તમારા દ્વારઆ પહેલા6 જ હજારો લોકોને મારી દીધા અથવા જેલમાં નાખી દેવામાં આવ્યા અને દુનિયા તેને જોઇ રહી છે. તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે US જોઇ રહ્યું છે. પોતાનું ઇન્ટરનેટ ફરીથી ચાલુ કરો અને પત્રકારોને સ્વતંત્ર રીતે કામ કરવા દો. પોતાના મહાન ઇરાની નાગરિકોને મારવાનું બંધ કરો.


ડોનાલ્ડ ટ્રંપે એ પણ કહ્યું કે જો ઇરાન વાતચીત કરવા ઇચ્છે છે  તો અમેરિકા તેના માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રંપે પોતાના એક બીજા ટ્વિટમા6 લખ્યું 'રાશ્ટ્રીય સુરક્ષા સલાહકારે આજે સલાહ આપી કે ઇરાન પર પ્રતિબંધો અને ત્યાં થઇ રહેલા વિરોદહ પ્રદર્શનોને તે દેશનો શ્વાસ રૂંધાઇ રહ્યો છે. તેમણે વાતચીત માટે મજબૂર કરવામાં આવશે. હકિકતમાં જો વાતચીત કરે છે તો મને પણ તેની ઓછી ચિંતા નથી. હવે આ તેમના પર નિર્ભર કરશે. કોઇ પરમાણુ હથિયાર નહી અને પોતાના પ્રદર્શનકારીઓને મત મારો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube